મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં BRS નેતા કે. કવિતાને ઝટકો, કોર્ટે 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડી લંબાવી

દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટે 15 એપ્રિ

દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં BRS  નેતા કે. કવિતાને ઝટકો, કોર્ટે 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડી લંબાવી

દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટે 15 એપ્રિલ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં CBIએ કવિતાની ધરપકડ કરી છે. CBI દ્વારા કવિતાને ગુનાહિત ષડયંત્ર અને ખાતાઓમાં હેરાફેરી અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કેટલીક કલમો હેઠળ અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઈએ કોર્ટમાં બીઆરએસ નેતાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું કે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચની વ્યવસ્થા કરવામાં કે કવિતાએ મોટી ભૂમિકા ભજવી હતી. તે મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. એક મોટા ઉદ્યોગપતિ અને દિલ્હીના સીએમને મળ્યા અને મુખ્યમંત્રીએ તેમને એક્સાઇઝ પોલિસી થકી સપોર્ટનું આશ્વાસન આપ્યું. આ કેસ સાથે જોડાયેલા ઘણા આરોપીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. સીબીઆઈ વકિલે કહ્યું કે, આ મીટિંગ હોટલ તાજમાં થઈ હતી.

સીબીઆઈએ કહ્યું કે, કવિતા હૈદરાબાદમાં બિઝનેસમેનને મળી હતી. વિજય નાયર કવિતાના સંપર્કમાં હતા. બીઆરએસ નેતાએ ઉદ્યોગપતિને 100 કરોડ રૂપિયાની એડવાન્સ રકમની વ્યવસ્થા કરવા કહ્યું હતું. સીબીઆઈએ કહ્યું કે ગોવાની ચૂંટણી માટે હવાલા દ્વારા પૈસા એકત્ર કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે કવિતાએ દિલ્હીમાં દારૂની નીતિના મુદ્દા પર ચર્ચા કરવા માટે શરત ચંદ્ર રેડ્ડીને આગળ કર્યો હતો.
 
સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યું કે બ્લેકલિસ્ટેડ હોવા છતાં મનીષ સિસોદિયાના દબાણમાં ઈન્ડો સ્પ્રિટને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. બૂચીબાબુની ચેટથી જાણવા મળ્યું છે કે કે કવિતાનો ઈન્ડો સ્પ્રિટમાં હિસ્સો હતો. હવાલા ઓપરેટરના નિવેદનમાં 11.9 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીએ કહ્યું કે દિનેશ અરોરાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અભિષેક બોઈનપલ્લીએ વિજય નાયરને 100 કરોડ રૂપિયા આપ્યા હોવાની માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો