મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Delhi Exit Polls Results: ભાજપને બહુમત, આપને મોટો ઝટકો; જાણો કોંગ્રેસને કેટલી મળશે સીટ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો વારો છે. ફલોદી સટ્ટા બજાર અનુસાર,

Delhi Exit Polls Results: ભાજપને બહુમત, આપને મોટો ઝટકો; જાણો કોંગ્રેસને કેટલી મળશે સીટ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો વારો છે. ફલોદી સટ્ટા બજાર અનુસાર, ભાજપ અને AAP વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. જ્યારે કોંગ્રેસ એક અંક સુધી સીમિત રહેવાની ધારણા છે. આ ઉપરાંત, વિવિધ ટીવી ચેનલો પણ એક્ઝિટ પોલ જાહેર કરી રહી છે. જોકે વાસ્તવિક પરિણામ ૮ ફેબ્રુઆરીએ આવશે, પરંતુ તે પહેલાં વલણો ચોક્કસપણે સમજી શકાય છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેને એક્ઝિટ પોલના વલણમાં ભાજપ 27 વર્ષે સત્તા વાપસી કરી શકે છે. મોટા ભાગના એક્ઝિટ પોલે ભાજપને બહુમત આપ્યો છે. ભાજપને 40થી 49 જેટલી સીટો મળવાની ધારણા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 2 એક્ઝિટ પોલ સત્તામાં વાપસી કરાવી રહી છે. જ્યારે કોંગ્રસનું ખાતું માંડ માંડ ખુલશે એવું એક્ઝિટ પોલના તારણોમાં જોવા મળી રહ્યું છે. 

દિલ્હીના લોકોએ ફ્રી વીજળી, પાણીને જાકારો આપ્યો છે. કેજરીવાલને ફરીથી સત્તામાં આવે તેવું એક્ઝિટ પોલના પરિણામોમાં જણાતું નથી. 

માઇન્ડ બ્રિંકના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 44-49 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 21-25 સીટ મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 0-1 બેઠક મળી શકે છે.

ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 26-34 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને ૩૬થી ૪૪ બેઠક મળવાનો અંદાજ છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલતું નથી લાગતું.

ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 39થી 44 બેઠકો, AAPને 25થી 28 બેઠકો અને કોંગ્રેસને 2થી 3 બેઠકો મળવાની ધારણા છે.

JVC પોલ મુજબ આ વખતે ભાજપને 39-45 બેઠકો, AAPને 22-31 બેઠકો અને કોંગ્રેસને 0-2 બેઠકો મળતી નજરે પડી રહી છે. 

પીપલ્સ પલ્સ પોલ મુજબ ભાજપ 51-60 બેઠકો પર, AAP 10-19 બેઠકો પર અને કોંગ્રેસ 0-1 બેઠકો પર આગળ જોવા મળી રહી છે.

પી-માર્કના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 21-31 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને ૩૯-૪૯ બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 0-1 બેઠક મળી શકે છે.

વી-પ્રેસિડેન્ટના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 46-52 સીટ મળી શકે છે. જ્યારે ભાજપને ૧૮-૨૩ સીટ મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 0-1 બેઠક મળી શકે છે.

પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને પ્રચંડ વિજય મળતો દેખાય છે. આમાં ભાજપને 42થી 50 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે આ સર્વે મુજબ આમ આદમી પાર્ટીને ૧૮થી ૨૫ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે.

પીપલ્સ ઇનસાઇટ પોલ મુજબ, આ વખતે દિલ્હીમાં ભાજપને 40-44 બેઠકો, AAPને 25-29 બેઠકો અને કોંગ્રેસને 0-1 બેઠકો પર લીડ મળતી જોવા મળી રહી છે.

મેટ્રિક્સ એક્ઝિટ પોલ મુજબ, આ વખતે ભાજપ દિલ્હીમાં લીડ મેળવી રહી હોય તેવું લાગે છે. એજન્સીએ AAP ને 32 થી 37 બેઠકો, ભાજપ ને 35 થી 40 બેઠકો અને કોંગ્રેસ ને 0-1 બેઠકો આપી છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ભારતના ચૂંટણી પંચ મુજબ સાંજે 6 વાગ્યે મતદાનના ઔપચારિક બંધ સમય પછી કતારમાં ઉભા રહેલા મતદારોને જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન થયું છે. ગત 2020ની વિધાનસભા ચૂંટણીમાં 62.55 ટકા મતદાન થયું હતું.

૬૯૯ ઉમેદવારોમાંથી ૯૬ મહિલાઓ

મતદાન પૂર્ણ થતાંની સાથે જ 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ જશે. આ ઉમેદવારોમાં ૯૬ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ઉમેદવારોની મહત્તમ સંખ્યા 23 છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક આ ચૂંટણીની સૌથી ગરમ બેઠક રહી છે. અહીંથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહિબ સિંહ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. 

આ સમાચાર શેર કરો