Video: દીપમ મહોત્સવની શોભાયાત્રા

સોર્સ: gstv

તામિલનાડુના તિરુવન્નામલાઈમાં તિરુકાર્તિકાઈ દીપમ મહોત્સવના ત્રીજા દિવસે ભગવાન વિનાયકર અને ભગવાન ચંદ્રશેખરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે બંને દેવતાઓની પ્રતિમાઓને શોભાયાત્રામાં સામેલ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાનનાં દર્શન કર્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું હતું. તિરુકાર્તિકાઈ દીપમ મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત