મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દીકરીએ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો, માતાએ ફરિયાદ નોંધાવી કહ્યું...

થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારના વિઠ્ઠલવાડીમાં ધર્મ પરિવર્તનના કેસમાં એક મહિલા અને

દીકરીએ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો, માતાએ ફરિયાદ નોંધાવી કહ્યું...

થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારના વિઠ્ઠલવાડીમાં ધર્મ પરિવર્તનના કેસમાં એક મહિલા અને અન્ય પુરુષની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહ્યું કે આ કાર્યવાહી મહિલાની માતાની ફરિયાદ પર કરવામાં આવી છે. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉલ્હાસનગરના રહેવાસીએ ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રીને બળજબરીથી ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું, "ફરિયાદ અનુસાર, તેની દીકરી નજીકમાં રહેતા વિધર્મી  પરિવારના પ્રભાવ હેઠળ અને વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશકના વીડિયો જોયા બાદ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો." જૂન 2022માં ફરિયાદી લંડનમાં હતી ત્યારે તેની દીકરીનું  ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. ફરિયાદી મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે તેની પુત્રી પાછળથી ગુમ થઈ ગઈ હતી. ફરિયાદ અનુસાર, 2022માં તેને ઉલ્હાસનગર અને અંબરનાથ મસ્જિદ ટ્રસ્ટ તરફથી એક પત્ર પણ મળ્યો હતો, જેમાં તેની પુત્રીના ધર્મ પરિવર્તનની પુષ્ટિ કરવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું, 'મહિલાએ એમ પણ કહ્યું છે કે ધર્મ પરિવર્તન બાદ તેની પુત્રીએ તેના પિતાના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.  પુત્રીનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું, અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવી શકે છે. ગુરુવારે, મહિલાની ફરિયાદ પર, ભારતીય દંડ સંહિતા હેઠળ વિવિધ જૂથો (153-A) વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, પૂજા સ્થાનોને નુકસાન પહોંચાડવા અથવા અપમાનિત કરવા (295, 295-A), વાંધાજનક નિવેદનો (298) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથે  છેતરપિંડી, બનાવટી, ફોજદારી ધાકધમકી અને અન્ય ગુનાઓ ઉપરાંત, ખતરનાક હથિયાર દ્વારા નુકસાન પહોંચાડવાનો કેસ (324) નોંધાયેલ છે.

વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું, 'ફરિયાદીની પુત્રીની અન્ય એક વ્યક્તિ સાથે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આઠ લોકો ફરાર છે. બંનેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો