Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : DA Hike: Announcement of 2 percent increase in dearness allowance, this state government gave Diwali gift to employees-pensioners

DA Hike: મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાની જાહેરાત, આ રાજ્ય સરકારે કર્મચારીઓ-પેન્શનર્સને આપી દિવાળીની ગિફ્ટ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
DA Hike: મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાની જાહેરાત, આ રાજ્ય સરકારે કર્મચારીઓ-પેન્શનર્સને આપી દિવાળીની ગિફ્ટ
સોર્સ : GSTV

 DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પણ આ જાહેરાતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આખરે દશેરા-દિવાળી પહેલા ઓડિશા સરકારે ઑક્ટોબર 2024માં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ મોંઘવારી ભથ્થું 50 ટકાથીવધીને 53 ટકા થયું છે.

App Store

ઓક્ટોબર-2024માં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો

ઓડિશા સરકારે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) કર્મચારીઓને નાણાકીય રાહત આપવાના હેતુથી એક મોટી જાહેરાત કરી છે.દિવાળી પહેલા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ PSU કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો. આ નવીનતમ વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવતા ઓડિશા PSU કર્મચારીઓને મળતો કુલ મોંઘવારી ભથ્થો 53%થી વધારીને 55% કરશે.રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના લગભગ 8.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે, જેમાં PSUમાં કાર્યરત કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર
ઓડિશા સરકારે રાજ્ય સરકારના પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DR) માં 2 ટકાનો વધારો જાહેર કર્યો છે. વિવિધ કર્મચારી સંગઠનોએ આ પગલાનું સ્વાગત કર્યું છે, ઘણા લોકોએ તેને સરકારી સેવા અને પેન્શન પર નિર્ભર હજારો પરિવારો માટે નાણાકીય સુરક્ષા તરફનું સકારાત્મક પગલું ગણાવ્યું છે. એ નોંધવું જોઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સામાન્ય રીતે તેમના કર્મચારીઓ માટે તેમની જરૂરિયાતોના આધારે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરે છે. કર્મચારીઓને તેમના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.