Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Cyclone Dana may hit Dhamra Port at a speed of 120 kmph

Cyclone Dana: ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા બંદર વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે સાયક્લોન

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2024
લાઇવ ટીવીGoogle News
Cyclone Dana: ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા બંદર વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે સાયક્લોન

Cyclone Dana: બંગાળની ખાડીમાંથી ઉદભવેલા સાયક્લોન દાનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ જ કારણ છે કે કોલકાતા એરપોર્ટ પર આજે સાંજથી આવતીકાલ સવાર સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. એક અંદાજ મુજબ આનાથી 50 થી વધુ ફ્લાઇટ્સને અસર થશે. તે જ સમયે સાયક્લોન પ્રભાવિત વિસ્તારમાં 150 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

App Store

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી સાયક્લોન દાના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન 25 ઓક્ટોબરની વહેલી સવારે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ઓડિશાના ધમરા બંદર વચ્ચે ત્રાટકવાની શક્યતા છે. આ સમય દરમિયાન તેની સ્પીડ 120 કિમી પ્રતિ કલાકની હશે.

તમને જણાવી દઈએ કે વાવાઝોડાની અસર હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણામાં જોવા મળી રહી છે. અહીં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુરુવારે બપોરે હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, દાના આજે મધ્યરાત્રિથી 25 ઓક્ટોબરની સવાર દરમિયાન પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

સરકારે એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે આ વાવાઝોડું સપાટી પર આવે છે ત્યારે તેની ઝડપ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે બંગાળ અને ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને જોતા બંને રાજ્યોમાં NDRFની ઘણી ટીમો એલર્ટ પર છે. સરકારે લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની અને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપી છે.