મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 4.93 કરોડ સિન્થેટિક હીરા ઝડપ્યા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય (CSMI) એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય (CSMI) એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ લગભગ 4.93 કરોડ રૂપિયાના દાણચોરી કરેલા સિન્થેટિક હીરા શોધી કાઢ્યા. એક મુસાફરની બેગની સંપૂર્ણ તપાસ દરમિયાન આ રિકવરી કરવામાં આવી હતી. લેપટોપના બેટરી કમ્પાર્ટમેન્ટમાં 26 નાના પારદર્શક પેકેટમાં સિન્થેટિક હીરા છુપાવવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા સિન્થેટિક હીરા સાથે મુસાફરને તાત્કાલિક વધુ તપાસ માટે મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ અધિકારીઓને સોંપવામાં આવ્યો. AIU/કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિન્થેટિક હીરાનું કુલ વજન લગભગ 2147.20 કેરેટ હતું.




