મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

CSIR UGC NETની પરીક્ષા મોકૂફ રખાઈ, જાણો શું છે કારણ

CSIR UGC NETની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા આગામી 25 તારીખથી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. જોકે NTA દ્વારા જ

CSIR UGC NETની પરીક્ષા મોકૂફ રખાઈ, જાણો શું છે કારણ

CSIR UGC NETની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા આગામી 25 તારીખથી 27 જૂન દરમિયાન યોજાવાની હતી.  જોકે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંસાધનોની અછતના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ પરીક્ષાર્થી ઉમેદવારોની મદદ માટે હેલ્પડેસ્ક બનાવી છે.  હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે.  આ સિવાય વેબસાઇટ પર પણ આગામી અપડેટ્સ આપવામાં આવશે. હેલ્પલાઈન નંબર:  011-40759000

તાજેતરમાં જ UGC-NET પરીક્ષા રદ કરાઈ હતી

તમને જણાવી દઈએ કે 18 જૂન, 2024ના રોજ દેશના વિવિધ શહેરોમાં UGC-NET પરીક્ષા યોજાઈ હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ બે શિફ્ટમાં લેવાઈ હતી. જોકે, તેના બીજા દિવસે એટલે કે 19 જૂને પરીક્ષામાં ગેરરીતિ થતા રદ કરી દેવામાં આવી હતી. યુજીસી નેટ પરીક્ષા જૂન 2024 દેશના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, જેમાં 11,21,225 ઉમેદવારો પરીક્ષા આપી હતી. 

આ સમાચાર શેર કરો