મણિપુરમાં ભાજપ સરકાર પર સંકટ, NPPએ પાછું ખેંચ્યું સમર્થન
કોનરેડ સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપની આગેવાની હેઠળની મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ

કોનરેડ સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપની આગેવાની હેઠળની મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરના અશાંતિ માટે મુખ્યમંત્રી એન બિરેન સિંહને જવાબદાર ઠેરવ્યા છે.
મણિપુરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સીનિયર અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ સોમવારે ગૃહમંત્રી આ મુદ્દે સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરશે.
નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પાત્રમાં લખ્યું છે કે, “આદરણીય શ્રી. નડ્ડા જી, નેશનલ પીપલ્સ પાર્ટી મણિપુર રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તેની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે પરિસ્થિતિને વધુ બગડતી જોઈ છે જ્યાં ઘણા વધુ નિર્દોષ લોકોના જીવ ગયા છે અને રાજ્યના લોકો ભારે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. સંદેશાઓ ગ્રેક અમને ભારપૂર્વક લાગે છે કે શ્રી બિરેન સિંહના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ પીપલ્સ પાર્ટીએ બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર મણિપુર રાજ્યમાં તાત્કાલિક અસરથી સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.”






