Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Corruption started as soon as they got power! Big action on extortion issue in Bengal BJP

સત્તા મળતા જ ભ્રષ્ટાચાર શરૂ! બંગાળ ભાજપમાં ખંડણીખોરી મામલે મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સત્તા મળતા જ ભ્રષ્ટાચાર શરૂ! બંગાળ ભાજપમાં ખંડણીખોરી મામલે મોટી કાર્યવાહી
સોર્સ : gstv

West Bengal BJP Extortion Cut Money Allegations 2026 : પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદ પણ 'તોલાબાજી' અને 'કટ મની'ના ગંભીર આરોપોથી નવી ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રાજ્યમાં સરકાર રચાયાને હજુ ત્રણ મહિના પણ પૂરા થયા નથી, ત્યાં ભાજપના જ કેટલાક નેતાઓ પર ખંડણીના આક્ષેપો લાગવા લાગ્યા છે. આ સ્થિતિથી પાર્ટીની અંદર આંતરિક અસંતોષ અને જૂથબંધી પણ વધવા લાગી છે, જેના કારણે સંગઠનની ચિંતાઓ વધી ગઈ છે.

App Store

ભાજપ દ્વારા 22 પદાધિકારીઓ સામે સખત કાર્યવાહી

આ ગંભીર આક્ષેપો અને શિસ્તભંગના મુદ્દે ભાજપે સંગઠનાત્મક સ્તરે મોટી કાર્યવાહી કરીને પોતાના 22 પદાધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં કેટલાક મંડળ અધ્યક્ષો પણ સામેલ છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાંથી ફરિયાદો મળ્યા બાદ 250થી વધુ નેતાઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી સંતોષકારક ખુલાસો ન કરનાર 22 સભ્યો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.

પ્રદેશ અધ્યક્ષનું અલ્ટીમેટમ અને સરકારની કડક કાર્યવાહી

પાર્ટીના નામે થઈ રહેલી ગેરકાયદે ખંડણીને ખુદ પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ સ્વીકારી લીધી છે અને સ્પષ્ટ ચેતવણી આપીને 15 દિવસનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ, સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે અને નાગરિકો માટે ચાર વિશેષ ટોલ-ફ્રી નંબર પણ જારી કરવામાં આવ્યા છે જેથી જનતા સીધી ફરિયાદ કરી શકે.