મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સરકાર બન્યા પહેલા જ NDAમાં વિવાદ શરૂ, મંત્રી પદ ના મળતા નારાજ થયા નેતા

કેબિનેટ મંત્રી પદ અંગે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની અંદર વિવાદ શરૂ થઈ ચૂક્યો હોવાનું સૂત્

સરકાર બન્યા પહેલા જ NDAમાં વિવાદ શરૂ, મંત્રી પદ ના મળતા નારાજ થયા નેતા

કેબિનેટ મંત્રી પદ અંગે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની અંદર વિવાદ શરૂ થઈ ચૂક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીપી તરફથી કેબિનેટ મંત્રીની યાદીમાંથી પ્રફુલ પટેલનું પત્તુ કપાઈ ચૂક્યું છે. પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સુનીલ તટકરેએ પ્રફુલ પટેલના નામને મંજૂરી આપી નથી.

સુનીલ તટકરેએ પ્રફુલ પટેલના નામને મંજૂરી આપી નથી

તટકરેએ દાવો કર્યો છે કે, મંત્રી લોકસભામાંથી જ હોવો જોઈએ. અત્યારસુધી એનસીપી તરફથી કોઈ નામ જાહેર થયુ નથી. ભાજપે એસીપીને મતભેદો દૂર કરવા અને નામ ટૂંકસમયમાં સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

એનડીએ સરકાર આજે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ શપથ ગ્રહણ કરવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરી જવાહરલાલ નેહરૂના રેકોર્ડની બરાબરી કરશે. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાકિસ્તાનના મંત્રીઓ પણ દાવો કરી રહ્યા છે કે, એનડીએ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં તેવો દાવો કરી રહી છે.

બીજી તરફ રાજસ્થાનમાં I.N.D.I.A ગઠબંધન હેઠળ નાગૌરથી ચૂંટણી જીતનાર આરએલપીના હનુમાન બેનીવાલ કોંગ્રેસથી નારાજ છે. તેમણે I.N.D.I.A એલાયન્સની બેઠકમાં આમંત્રણ ન મળવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેને લઈને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. 

આ સમાચાર શેર કરો