મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદમાંથી સેંગોલ હટાવવાની માંગ પર વિવાદ, વિપક્ષ-ભાજપ આવ્યા આમને સામને

લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોના શપથગ્રહણ બાદ રા

સંસદમાંથી સેંગોલ હટાવવાની માંગ પર વિવાદ, વિપક્ષ-ભાજપ આવ્યા આમને સામને

લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોના શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના બન્ને સદનને સંબોધિત કર્યા હતા. આ વચ્ચે સંસદમાં સ્થાપિત સેંગોલ પર રાજકારણ ગરમાયું છે. વિપક્ષે સંસદ ભવનમાં સ્પીકરના આસન પાસે સ્થાપિત સેંગોલ હટાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટી (SP)એ સેંગોલને રાજાશાહીનું પ્રતિક ગણાવતા તેને હટાવીને તેની જગ્યાએ બંધારણ સ્થાપિત કરવાની માંગ કરી છે.

સમાજવાદી પાર્ટીએ સેંગોલ હટાવવાની કરી માંગ

સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ આરકે ચૌધરીએ કહ્યું કે, "બંધારણ મહત્ત્વપૂર્ણ છે, લોકશાહીનું પ્રતિક છે. પોતાના ગત કાર્યકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભાજપ સરકારે સંસદમાં સેંગોલ સ્થાપિત કર્યુ હતું. સેંગોલનો અર્થ છે 'રાજ-દંડ', તેનો અર્થ 'રાજાનો ડંડો' પણ થાય છે. રજવાડી વ્યવસ્થાઓને ખતમ કરીને દેશ આઝાદ થયો. દેશ 'રાજાના ડંડા'થી ચાલશે કે પછી બંધારણથી? હું માંગ કરૂ છું કે બંધારણને બચાવવા માટે સંસદમાંથી સેંગોલને હટાવવામાં આવે."

સમાજવાદી પાર્ટીને કોંગ્રેસ-RJDનું સમર્થન

કોંગ્રેસ પાર્ટીએ સેંગોલ મુદ્દા પર સમાજવાદી પાર્ટીનું સમર્થન કર્યુઁ છે. કોંગ્રેસે કહ્યું કે, સેંગોલ પર  SPની માંગ ખોટી નથી.

કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે, ભાજપે પોતાની મરજીથી સેંગોલ લગાવી દીધુ છે. સપાની માંગ ખોટી નથી. સદન તો બધાને સાથે લઇને ચાલે છે પરંતુ ભાજપ માત્ર મનમાની કરે છે.

RJDના નેતા મીસા ભારતીએ કહ્યું કે, સેંગોલને હટાવવો જોઇએ, આ લોકશાહીમાં છે, રાજાશાહીમાં નથી. સેંગોલને મ્યુઝિયમમાં લગાવવો જોઇએ. આ રાજાશાહીનું પ્રતિક છે.

NDAના સાથી પક્ષોએ શું કહ્યું?

સેંગોલ પર સમાજવાદી પાર્ટીના સાંસદની ટિપ્પમી પર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું, "સેંગોલ જ્યારે સ્થાપિત થયો હતો સમાજવાદી પાર્ટી તે સમયે પણ સદનમાં હતી, તે સમયે તેમના સાંસદ શું કરતા હતા?'

આ વિવાદ પર કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું, 'તેમને શું વિચાર્યું છે કે રોજ કઇક એવી વાતો બોલો જેનાથી ચર્ચામાં રહો. આ વાતોનો કોઇ અર્થ નથી.'

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું, "પીએમ મોદીએ જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે, તે રહેવું જોઇએ."

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સદનમાંથી અભિભાષણ પૂર્ણ કરીને રવાના થયા ત્યારે સેગોંલ દ્વારા લીડ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો