મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કસાબ નહીં,પોલીસની ગોળી લાગતા થયું હતું હેમંત કરકરેનું મોત; કોંગ્રેસ નેતાએ ઉજ્જવલ નિકમને ગદ્દાર ગણાવ્યા

મુંબઇ આતંકી હુમલાને લઇને કોંગ્રેસ નેતા વિજય વડેત્તિવારે મોટો દાવો કર્યો છ

કસાબ નહીં,પોલીસની ગોળી લાગતા થયું હતું હેમંત કરકરેનું મોત; કોંગ્રેસ નેતાએ ઉજ્જવલ નિકમને ગદ્દાર ગણાવ્યા

મુંબઇ આતંકી હુમલાને લઇને કોંગ્રેસ નેતા વિજય વડેત્તિવારે મોટો દાવો કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વડ્ડેતિવારે કહ્યું કે IPS અધિકારી હેમંત કરકરેનું મોત અજમલ કસાબ કે કોઇ આતંકીની ગોળીથી નહીં પણ એક પોલીસ અધિકારીની ગોળીથી થયું હતું, જે RSS સાથે જોડાયેલો હતો.કોંગ્રેસ નેતાએ ભાજપના ઉમેદવાર અને વકીલ ઉજ્જવલ નિકમ પર આરોપ લગાવ્યો કે તેમને ગદ્દારી કરી અને આ તથ્યને છુપાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે ઉજ્જવલ નિકમ આ ઘટનામાં સરકારી વકીલ હતા.

વડેત્તિવારે કહ્યું, તપાસ દરમિયાન કેટલીક મોટી જાણકારી સામે આવી હતી, તેમ છતા ઉજ્જવલ નિકમે તેને છુપાવી લીધુ હતું. મારો સવાલ છે કે હવે ભાજપ અંતે આવા ગદ્દારને લોકસભા ચૂંટણીમાં કેમ ઉતારી રહી છે? વડેત્તિવારના આ નિવેદનનો નિકમ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જવાબ આપ્યો છે.

ફડણવીસે આપ્યો જવાબ

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, વડેત્તિવારનું નિવેદન નિરાધાર છે, તેમને કહ્યું કે કોંગ્રેસ કસાબની સમર્થક રહી છે.બીજી તરફ ઉજ્જવલ નિકમે કહ્યું કે આ રીતના નિરાધાર આરોપોથી ઘણુ દુ:ખ થાય છે. મને ખબર નહતી કે વોટના ફાયદા માટે લોકો આટલા નીચે ઉતરશે. વડ્ડેતિવાર માત્ર મારૂ અપમાન નથી કરી રહ્યાં પણ 26/11 હુમલામાં જે 166 લોકોના જીવ ગયા હતા તે બધાનું અપમાન છે.

ભાજપ યુવા મોર્ચાએ નોંધાવ્યો વિરોધ

ભાજપ યુવા મોર્ચાએ કોંગ્રેસના નેતાના નિવેદનને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ સમાચાર શેર કરો