જોર્જ સોરોસ સાથે સોનિયા ગાંધીની લિંક પર સંસદમાં વિવાદ, ભાજપે લગાવ્યો આરોપ
સંસદના શિયાળુ સત્ર ચાલુ છે. લોકસભામાં અદાણી અને સંભલ જેવા મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરત

સંસદના શિયાળુ સત્ર ચાલુ છે. લોકસભામાં અદાણી અને સંભલ જેવા મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરતી હતી પણ હવે ભાજપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર મોટા આરોપ લગાવ્યા છે. જોર્જ સોરોસ સાથે સોનિયા ગાંધીની લિંક પર સંસદના બન્ને સદનમાં વિવાદ થયો હતો.
ભાજપે શું લગાવ્યો આરોપ?
ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આરોપ લગાવ્યો કે તેમનો સંબંધ ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) સાથે જોડાયેલી છે. મહત્ત્વપૂર્ણ છે કે હંગરી મૂળના અમેરિકન બિઝનેસમેન જોર્જ સોરોસ આ સંગઠનને પૈસા આપે છે. આ સંગઠન અલગ કાશ્મીરની માંગ કરી રહ્યું છે. સોનિયા ગાંધી પર લાગેલા આ આરોપોને લઇને સોમવારે સંસદમાં જોરદાર હંગામો થયો હતો.ભાજપના આરોપોને પાયાવિહોણા ગણાવતા કોંગ્રેસ સાંસદ સદનમાં જોરદાર હંગામો કરવા લાગ્યા હતા. તે બાદ લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી.
સંસદમાં જોર્જ સોરોસને લઇને વિવાદ
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂએ કહ્યું, 'મને લાગે છે કે દેશ સામે કેટલાક મુદ્દા છે જેને રાજકીય ચશ્માથી ના જોવા જોઇએ. જોર્જ સોરોસ સાથે તેમના સંબંધ જે સામે આવ્યા છે અમે તેને કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી સાથે સંબંધિત મુદ્દાના રૂપમાં નથી જોતા. આપણે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઇએ. જો આ ભારત વિરોધી તાકાતો સાથે સંબંધિત છે તો આ ચિંતાની વાત છે."
આ પણ વાંચો: શા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ? જાણો આને લગતા મહત્ત્વના તથ્યો અને સૂત્રો
ગિરિરાજ સિંહે પણ રાહુલ અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું
સોનિયા ગાંધી ઉપર લાગેલા આરોપો પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, "સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશદ્રોહનું કામ કરે છે, તેમને કહ્યું કે જોર્જ સોરોસની ભાષા અહીં રાહુલ ગાંધી બોલે છે. રાહુલ ગાંધીની ભાષા ત્યાં સોરોસ બોલે છે. ભારત વિરોધી લોકોને તે ફંડિંગ કરે છે તેના પર રાહુલ અને સોનિયા ગાંધીએ જવાબ આપવો જોઇએ. આ ટુકડે-ટુકડે ગેન્ગના લોકો દેશને તોડવા પર લાગેલા છે અને રાહુલ ગાંધી તેનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે."







