જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થન
વિપક્ષી INDI ગઠબંધન તરફથી રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી

વિપક્ષી INDI ગઠબંધન તરફથી રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. કોંગ્રેસે આ પ્રસ્તાવ લાવવાની રજૂઆત કરી છે જેનું સમર્થન INDIA ગઠબંધનના અન્ય પક્ષ પણ કરી શકે છે. વિપક્ષનો આરોપ છે કે રાજ્યસભાના ચેરમેન તરીકે જગદીપ ધનખડ પક્ષપાત કરી રહ્યાં છે. તે વિપક્ષી સાંસદોને તક નથી આપતા અને તેમને નજરઅંદાજ કરવામાં આવે છે. મમતા બેનરજીની TMC, અરવિંદ કેજરીવાલની AAP અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
સંસદના બન્ને સદનની કાર્યવાહી ઠપ્પ થઇ
વિપક્ષી પક્ષ બંધારણની કલમ 67 (B) હેઠળ આ પ્રસ્તાવ લાવવાના છે. મહત્ત્વપૂર્ણ છે કે સોમવારે પણ સંસદના બન્ને સદનમાં કામકાજ પ્રભાવિત થયું હતું. રાજ્યસભામાં પણ વિવાદ થયો હતો અને કેટલીક વખત સદનને ઠપ કર્યા બાદ અંતમાં આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન જગદીપ ધનખડે વિપક્ષી સાંસદોના વલણ પર દુ:ખ પણ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ લોકો કામકાજ ઠપ કરી રહ્યાં છે અને લોકતંત્રના મંદિરમાં ચર્ચાથી બચી રહ્યાં છે.
રાજ્યસભામાં સોમવારે સત્તા પક્ષ અને વિપક્ષે અલગ અલગ મુદ્દા પર હંગામો કર્યો હતો જેને કારણે ઉચ્ચ સદનની કાર્યવાહી ત્રણ વખતના સ્થગન બાદ 3:10 પર આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. NDAના સાંસદોએ કોંગ્રેસ તથા તેમના નેતાઓ પર વિદેશી સંગઠન અને લોકોના માધ્યમથી દેશની સરકાર તથા અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: જોર્જ સોરોસ સાથે સોનિયા ગાંધીની લિંક પર સંસદમાં વિવાદ, ભાજપે લગાવ્યો આરોપ
વિપક્ષે ફરી ઉઠાવ્યો અદાણીનો મુદ્દો
બીજી તરફ કોંગ્રેસના નેતૃત્ત્વમાં વિપક્ષે અદાણી ગ્રુપ સાથે જોડાયેલો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. ત્રણ વખતના સ્થગન બાદ બપોરે 3:10એ ઉચ્ચ સદનની બેઠક શરૂ થવા પર પણ સદનમાં હંગામો ચાલુ રહ્યો હતો અને વિપક્ષ અદાણી ગ્રુપ સાથે જોડાયેલો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન અને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. વિપક્ષના કેટલાક સભ્ય પોતાની સીટની આગળ આવી ગયા હતા.








