મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, અમરાવતીના ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસે ચૂંટણી પહેલા એક્શન લીધુ છે. કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિને કારણે અમરાવતીના ધાર

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસે ચૂંટણી પહેલા એક્શન લીધુ છે. કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિને કારણે અમરાવતીના ધારાસભ્ય સુલભા ખોડકેને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
સુલભા ખોડકે તે સાત ધારાસભ્યમાંથી એક હતા જેમને આ વર્ષની શરૂઆતમાં વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન 'ક્રૉસ વોટિંગ' કર્યું હતું. આ કારણે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ના સંયુક્ત ઉમેદવાર પીડબલ્યૂપી નેતા જયંત પાટિલની હાર થઇ હતી.
કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ એક નિવેદનમાં કહ્યું કે ખોડકે સામે પાર્ટી વિરૂદ્ધ કામ કરવાની ફરિયાદ મળી હતી. અમરાવતીના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાર્ટીના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નિથલાના આદેશ પર લેવામાં આવ્યો છે.
સુત્રોએ જણાવ્યું કે અમરાવતીના ધારાસભ્ય સુલભા ખોડકેના પતિ NCPના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારના સહયોગી છે. ખોડકે પણ અજીત પવારની NCPમાં સામેલ થઇ શકે છે.






