Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress protests outside Parliament over LPG cylinder issue

VIDEO : "સંસદ સે નરેન્દ્ર ગાયબ, દેશ સે સિલિન્ડર ગાયબ" ; કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : ANI

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા સર્જાઈ છે. જેને પગલે ભારતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરોની કથિત અછત મુદ્દે INDIA બ્લોકના સસ્પેન્ડેડ સાંસદો સાથે સંસદના મકર દ્વાર પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું છે. સંસદની બહાર વિપક્ષી સાંસદોએ ગેસ સિલિન્ડર જેવા આકારના પ્લેકાર્ડ પકડી રાખ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ વિરોધમાં પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, ઈંધણ સંકટથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તેઓ ખુદ અલગ કારણોથી ગભરાયેલા નજર આવી રહ્યા છે.

App Store

LPGની અછત વચ્ચે વડાપ્રધાન મોદીની લોકોને અપીલ

જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારણે LPGની અછત વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી. જાહેર હિતની રક્ષાનું આશ્વાસન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, 'હું લોકોને અપીલ કરવા માંગુ છું કે આપણે ફક્ત સચોટ અને ચકાસાયેલ માહિતી જ ફેલાવવીએ.'

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ

આજે સંસદની બહાર વિપક્ષી સાંસદોએ "મોદી જી એલપીજી" ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો શેર કરીને વડા પ્રધાન પર કટાક્ષ કર્યો. તેમણે લખ્યું કે, "સંસદ સે નરેન્દ્ર ગાયબ, દેશ સે સિલિન્ડર ગાયબ."

PM ખુદ ગભરાયેલા છે

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને રાંધણ ગેસની અછત અંગે ન ગભરાવાની અપીલ કરી રહ્યા છે, જ્યારે તેઓ ખુદ અલગ કારણોસર ગભરાયેલા છે. રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં મીડિયાને જણાવ્યું કહ્યું કે, 'વડા પ્રધાન કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ વડા પ્રધાન ખુદ બિલકુલ અલગ કારણોસર ગભરાયેલા છે. તેઓ અદાણી કેસ, 'એપ્સ્ટીન ફાઈલ'ના કારણે ગભરાયેલા છે. વડા પ્રધાન ગૃહની અંદર નથી આવી શકતા અને દેશને કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, જ્યારે તેઓ ખુદ ગભરાયેલા છે.'