VIDEO: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વર્ષ ૨૦૨૬ની રાજ્યસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ
કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક મોટા સમાચાર સામે આવી

કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વર્ષ ૨૦૨૬ની રાજ્યસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ મહત્વપૂર્ણ અવસરે કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેની સાથે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, પક્ષના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ તેમજ વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા બેંગલુરુ સ્થિત વિધાન સૌધ ખાતે પહોંચ્યા હતા.. કોંગ્રેસના આ તમામ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી..


