કોંગ્રેસને મોટો ઝટકો, નેશનલ મીડિયા કોઓર્ડીનેટર રાધિકા ખેરાનું રાજીનામુ
ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ મીડિયા કોઓર્ડીનેટર રાધિકા ખેરાએ કોંગ્રેસ

ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ મીડિયા કોઓર્ડીનેટર રાધિકા ખેરાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે.
એક વાયરલ વિડિયો જેમાં AICCના પ્રવક્તા રાધિકા ખેરાએ કથિત રીતે કહ્યું હતું કે તે અપમાનને કારણે રાજીનામું આપી રહી છે. આ મામલે તેમને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ વિવાદ તેમની અને કોંગ્રેસના વરિષ્ઠ હોદેદાર વચ્ચેની દલીલનું પરિણામ છે. રાધિકા ખેરા છત્તીસગઢ માટે AICCના સંચાર અને મીડિયા સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ વીડિયો ક્લિપ પર ભાજપે વિપક્ષી પાર્ટી પર મહિલા નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
શું હતો મામલો?
મંગળવારે સાંજે છત્તીસગઢના રાજ્ય કાર્યાલયમાં સર્જાયેલા વિવાદ અંગે સૂત્રોનું કહેવું છે કે રાધિકા ખેડાએ સાંજે મીડિયાકર્મીઓને બાઈટ માટે બોલાવ્યા હતા. બાઈટ આપ્યા બાદ તે કોમ્યુનિકેશન વિભાગમાં હાજર હતા. આ દરમિયાન મીડિયા બાઈટ લેવામાં આવ્યા બાદ બીજા દિવસના કાર્યક્રમની ચર્ચા થઈ રહી હતી. દરમિયાન, થોડા સમય પછી કોમ્યુનિકેશન ચેરમેન ચીફ સુશીલ આનંદ શુક્લાના રૂમની બહાર ઊંચા અવાજે ચર્ચા થઇ રહી હતી. જે બાદ રાધિકા રૂમમાંથી બહાર આવી અને બીજા રૂમમાં ગઈ. જ્યાંથી તે ફોન પર વાત કરતી વખતે રડવા લાગી હતી અને તેની સાથે થયેલા ખરાબ વર્તનની ફરિયાદ કરી હતી. આ દરમિયાન રાધિકાએ ફોન પર પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત પણ કરી હતી. રૂમની બહાર ઉભેલા કોઈએ આ બધુ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું અને આ વિવાદ વાયરલ કર્યો હતો.






