મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં કોંગ્રેસ-AAP વચ્ચે થઇ શકે છે ગઠબંધન, રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ સાથે કરી ચર્ચા

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબ

હરિયાણામાં કોંગ્રેસ-AAP વચ્ચે થઇ શકે છે ગઠબંધન, રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ સાથે કરી ચર્ચા

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન કરવા માંગે છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીએ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન AAP સાથે ગઠબંધનની સંભાવના પર હરિયાણા કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી છે. જોકે, હરિયાણા કોંગ્રેસના નેતા સતત પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાનો ઇનકાર કરતા રહ્યાં છે.

પાર્ટી હરિયાણામાં એકલા જ ચૂંટણી લડશે- કુમારી શૈલજા

જોકે, કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના મોટા નેતા કુમારી શૈલજાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂંમાં AAP સાથે ગઠબંધનની સંભાવનાનો ઇનકાર કર્યો હતો. કુમારી શૈલજાએ કહ્યું કે પાર્ટી રાજ્યમાં મજબૂત છે અને એકલા જ ચૂંટણી લડશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં INLD અને BSP વચ્ચે ગઠબંધન થયું છે. બીજી તરફ JJP અને ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી વચ્ચે પણ ગઠબંધન થઇ ગયું છે. આમ આદમી પાર્ટી પણ હરિયાણામાં મજબૂતીથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કેજરીવાલે ખુદ મેદાન સંભાળ્યું છે. હવે કોંગ્રેસને ડર છે કે ભાજપ વિરોધી વોટ વહેંચાઇ ના જાય.

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હરિયાણામાં ગઠબંધન થયું હતું. ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે એક બેઠક આપી હતી. આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, આ બેઠક પર તેની હાર થઇ હતી.

હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન

હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે તમામ 90 બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 8 ઓક્ટોબરે થશે. 

આ સમાચાર શેર કરો