મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મસ્જિદમાં ઘૂસીને મારીશું', ભાજપના નેતાના નિવેદન પર વિવાદ

અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે

'મસ્જિદમાં ઘૂસીને મારીશું', ભાજપના નેતાના નિવેદન પર વિવાદ

અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નીતેશ રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ 302, 153 સહિત અન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે ચૂંટી ચૂંટીને મારીશું. નીતેશ રાણે વિરૂદ્ધ અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાજપના ધારાસભ્યએ મુસ્લિમોને આપી હતી ખુલ્લી ધમકી

મહારાષ્ટ્રના અહમદનગરમાં રામગિરિ મહારાજના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હિન્દૂ સમાજના લોકો હાજર રહ્યાં હતા. રેલી બાદ નીતેશ રાણેની એક સભા યોજાઇ હતી જેમાં તેમને મુસ્લિમોને ખુલ્લી ધમકી આપી હતી. નીતેશ રાણેએ કહ્યું હતું, 'અમારા રામગિરિ મહારાજ વિરૂદ્ધ જો કોઇએ કઇ કહ્યું તો મસ્જિદોમાં ઘુસીને ચૂટી ચૂંટીને મારીશું.'

મહંત રામગિરિ મહારાજે મુસ્લિમ સમાજના પયગમ્બર પર ટિપ્પણી કર્યા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લામાં મહારાજ વિરૂદ્ધ રેલી કાઢવામાં આવી હતી. તે બાદ હવે અહમદનગરમાં સકલ હિન્દૂ સમાજ તરફથી રામગિરિ મહારાજના સમર્થનમાં ભાજપના નેતા નીતેશ રાણેના નેતૃત્ત્વમાં રેલી કાઢવામાં આવી હતી.

ચૂંટણી પહેલા હિંસા કરાવવા માંગે છે ભાજપ- AIMIM

AIMIMના નેતા વારિશ પઠાણે નીતેશ રાણેનો વીડિયો શેર કરી આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસા કરાવવા માંગે છે. નીતેશ રાણેનું ભાષણ ભડકાઉ છે અને નીતેશ પર ફરિયાદ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ સમાચાર શેર કરો