મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દિલ્હી-એનસીઆરમાં ઠંડીની દસ્તક: ચક્રવાતની અસરથી તાપમાન ગગડ્યું, આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવાની આગાહી

સોર્સ: gstv

ચક્રવાત અર્નબની અસર બાદ હવે એક નવું ચક્રવાત વિકસી રહ્યું છે, જે આગામી ૩ નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCR માં પણ હવામાને પલટો લીધો છે. વરસાદ બાદ દિલ્હીમાં તાપમાન ઘટીને લઘુત્તમ ૧૬ થી ૧૮ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આકાશ વાદળછાયું રહેશે અને સવારે હળવા પવન સાથે તાપમાનમાં ઘટાડો નોંધાશે.

આ સમાચાર શેર કરો