મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ના હોય! મુખ્યમંત્રીને સમોસા ન મળ્યા, તો CIDને સોંપી દેવાઈ તપાસ

હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીના સમોસા કોણે હટાવ્યા? આ મામલો હાલમાં CID માટે એક કોયડો બની ગયો છે. કારણ કે 5 સ્ટા

ના હોય! મુખ્યમંત્રીને સમોસા ન મળ્યા, તો CIDને સોંપી દેવાઈ તપાસ

હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીના સમોસા કોણે હટાવ્યા? આ મામલો હાલમાં CID માટે એક કોયડો બની ગયો છે. કારણ કે 5 સ્ટાર હોટલમાં સીએમ સુખવિંદર સિંહ સુક્ખુ માટે મંગાવેલા સમોસા અન્ય ટેબલ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી માટે ઓર્ડર કરેલા સમોસા ન આવાતા પાંચ પોલીસકર્મીઓ સામે કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બન્યા યુટ્યૂબ સ્ટાર, મળ્યું ગોલ્ડન બટન

CID તપાસમાં સમોસા અને કેકના ત્રણ બોક્સ લાપરવાહી દાખવી ખાવા બાબતને "સરકાર વિરોધી" કૃત્ય ગણાવ્યું હતું. 21 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં એક મહિલા ઈન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. સૌથી ખરાબ વાત એ છે કે, સીએમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ સુક્ખુ સમોસા પણ ખાતા નથી. હાલમાં જ તેઓ બીમારીમાંથી સાજા થયા હોઈ મસાલેદાર, તેલયુક્ત ખોરાક ખાતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, "કારણદર્શક નોટિસ મેળવનાર પોલીસકર્મીઓ ડીએસપી-રેન્કના તપાસ અધિકારી સમક્ષ તેમનું નિવેદન નોંધવી રહ્યા છે. જેમણે પાંચ સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ કરી છે," સૂત્રોએ જણાવ્યું હતું. સંબંધિત ડીએસપી વિક્રમ ચૌહાણે 25 ઓક્ટોબરે આઈજી (CID)ને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો.

સરકારને લોકોની સમસ્યા કરતાં મુખ્યમંત્રીના ભોજનની વધુ ચિંતાઃ ભાજપ

સમોસા વિવાદમાં ભાજપે હિમાચલ સરકાર પર આક્ષેપ લગાવ્યો છે કે, આ સરકારને લોકોની સમસ્યા કરતાં મુખ્યમંત્રીના ભોજનની વધુ ચિંતા છે.  બીજેપી ધારાસભ્ય અને મીડિયા પ્રભારી રણધીર શર્માએ કહ્યું, 'એવું લાગે છે કે સરકારને કોઈ વિકાસ કામમાં રસ નથી અને તેનું ધ્યાન માત્ર ભોજન પર છે.'

આ સમાચાર શેર કરો