મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ CM આતિશી પહેલી વખત PM મોદીને મળ્યા

AAP નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે ​

દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ CM આતિશી પહેલી વખત PM મોદીને મળ્યા

AAP નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે ​​પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. કેજરીવાલે રાજીનામું ધર્યા બાદ આતિશીએ 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીની કમાન સંભાળી હતી. શપથ લેવાની સાથે જ તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. 

બીજી ખાસ વાત એ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રી પદ સંભાળનાર ત્રણ મહિલા મુખ્યમંત્રીઓમાં તે સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી છે. આતિશીને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

સૌરભ ભારદ્વાજે આતિશીની નવી મંત્રી પરિષદમાં સૌપ્રથમ શપથ લીધા, ત્યારબાદ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને દિલ્હી કેબિનેટમાં નવા સભ્ય મુકેશ અહલાવતે શપથ લીધા. જોકે, આતિશીનો કાર્યકાળ ટૂંકો રહેશે કારણ કે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

આ સમાચાર શેર કરો