Video: હવાની ગુણવત્તા અને પ્રદૂષણની અસર અંગેના આંકડા ચિંતાજનક

સોર્સ: gstv

ભારતમાં વાયુ પ્રદૂષણ માત્ર સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ લોકોની સરેરાશ ઉંમરને પણ અસર કરી રહ્યું છે. ઇન્ડિયા ટુડે ગ્રુપના ડેટા ઇન્ટેલિજન્સ યુનિટના વિશ્લેષણ મુજબ, જો વર્ષ 2023માં ભારતની હવા WHOના નિર્ધારિત ધોરણો મુજબ સ્વચ્છ હોત, તો દિલ્હીના લોકો સરેરાશ 8.2 વર્ષ વધુ જીવી શક્યા હોત. કોલકાતામાં આ વધારો 4.1 વર્ષ, હૈદરાબાદમાં 3.2 વર્ષ, મુંબઈમાં 3.1 વર્ષ, ચેન્નાઈમાં 2.2 વર્ષ અને બેંગલુરુમાં 2.1 વર્ષ થઈ શક્યો હોત. દિલ્હીમાં હવાની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં 2022માં માત્ર ત્રણ દિવસ, 2023માં એક દિવસ અને 2024 તથા 2025માં એક પણ દિવસ હવા સારી નોંધાઈ નહોતી. વર્ષ 2026માં 4 નવેમ્બર સુધી માત્ર એક જ દિવસ હવા સારી રહી હતી. શિયાળામાં પ્રદૂષણનું સ્તર ઘણીવાર ખૂબ ખરાબ અને ગંભીર શ્રેણી સુધી પહોંચી જાય છે,

આ સમાચાર શેર કરો

જાહેરાત