Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Clashes between Lok Sabha Opposition Leader Rahul Gandhi and Yogi's minister

VIDEO: 'હું તમારું કેમ માનું?',લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને યોગીના મંત્રી વચ્ચે બબાલ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'હું તમારું કેમ માનું?',લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને યોગીના મંત્રી વચ્ચે બબાલ
સોર્સ : google

ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ  દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે ચડસાચડસી થઈ હતી. જેનો વીડિયો વાઈરલ  થયો છે. 

App Store

વીડિયોમાં રાહુલ ગાંધી અને દિનેશ સિંહ દલીલ કરતાં જોવા મળે છે. જેમાં રાહુલ કહી રહ્યા હતા કે, હું તેનો અધ્યક્ષ છું. આવું થોડી ચાલે. પરંતુ દિનેશ સિંહે સામે વળતો જવાબ આપ્યો કે, હું આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઉં, એવું ક્યાય લખ્યું નથી. દિશાના જે 43 કાર્યક્રમ છે, તેની બહાર બેઠક થવા દઈશ નહીં. 
 
રાહુલ ગાંધી અને દિનેશ સિંહના પુત્રની એક તસવીર પણ વાઈરલ

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશાની બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્યો અને તમામ બ્લોક પ્રમુખ સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા હતા. પરંતુ દિનેશ સિંહના પુત્ર સાથે હાથ મિલાવતી તસવીર વાઈરલ થવા પર પણ દિનેશ સિંહ સ્પષ્ટતા આપી હતી કે, રાહુલ ગાંધીએ તમામ સાથે હાથ મિલાવ્યો હતો. પરંતુ અમુક ટીકાકારોએ મારા દિકરાની હાથ મિલાવવાની તસવીર જ વાઈરલ કરી.


વધુમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં દિનેશ સિંહે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અનુસાર,  મારો દિકરો રાહુલ ગાંધીના પગે લાગી પ્રણામ કરવા માગતો હતો. તે તેના પિતાની ઉંમરના છે. પરંતુ કોંગ્રેસ પર પશ્ચિમી સંસ્કૃતિ હાવિ છે.  ભાજપ ભારતની સંસ્કૃતિને પોષે છે અને અનુસરે છે. તમને જણાવી દઈએ કે,  રાહુલ ગાંધી બુધવારે 10 સપ્ટેમ્બરના રોજ રાયબરેલીની બે દિવસીય મુલાકાત પર હતા. જેમાં તેઓ સંગઠન સ્તરની બેઠકો કરી રહ્યા છે. આજે બીજા દિવસે દિશાની બેઠકમાં હોબાળો થયો હતો.