મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન બબાલ, ગોળીબારમાં એકનું મોત; ટોળાએ વાહનો સળગાવ્યા

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના મહારાજગંજમાં મુસ્લિમ સમુદાયના ઘરની સામેથી પસાર થતી દુર્ગા મૂર્તિ વિસર્જન સરઘસ

દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન બબાલ, ગોળીબારમાં એકનું મોત; ટોળાએ વાહનો સળગાવ્યા

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના મહારાજગંજમાં મુસ્લિમ સમુદાયના ઘરની સામેથી પસાર થતી દુર્ગા મૂર્તિ વિસર્જન સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હતો, ત્યારબાદ ગોળીબાર થયો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ ટોળાએ વાહનો અને મકાનોને આગચંપી દીધી હતી. જોકે, હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સૂર ગામમાં રવિવારે સાંજે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન માટે નીકળી હતી. જ્યારે સરઘસ મહારાજગંજ બજારમાં પહોંચ્યું ત્યારે અજાણ્યા શખ્સોએ પ્રતિમાઓ પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં બદમાશોએ ગોળીબાર કર્યો હતો. જેમાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યકિતનું સારવાર દરમિયાનું મોત નિપજ્યું છે.

'મૂર્તિઓનું વિસર્જન બંધ કરાયું'

તેમજ કેટલાક લોકોએ વાહનો અને ઘરોમાં તોડફોડ કરી અને આગચંપી હતી. આ ઘટનામાં ચાર ઘર બળી જવાના સમાચાર છે. બીજી તરફ આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૂર્તિઓનું વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો