Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CJI's strictness on ASSAM CM Himanta Biswa's video

'ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે', હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે', હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ
સોર્સ : GOOGLE

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આસામના મુખ્યમંત્રી હિમંતા શર્માના વિવાદાસ્પદ "પોઇન્ટ બ્લેન્ક શોટ" વીડિયો સામે દાખલ કરાયેલી અરજી પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય લડાઈઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી રહી છે.

App Store

સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને એન.વી.અંજારીની બનેલી બેન્ચે  સીપીઆઈ અને સીપીએમ નેતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિઝામ પાશાએ તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કર્યા બાદ અરજીની નોંધ લીધી. પાશાએ કોર્ટને જાણ કરી કે, અરજદારોએ વીડિયો અંગે ફરિયાદો નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.

વકીલે કહ્યું, "અમે આસામના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા વાંધાજનક ભાષણો અંગે કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરીએ છીએ, જેમાં તાજેતરમાં પોસ્ટ કરાયેલ એક વીડિયો પણ શામેલ છે. જેમાં તેઓ ચોક્કસ સમુદાયના સભ્યો પર ગોળીબાર કરતા દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદો દાખલ કરવામાં આવી છે, પરંતુ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

સીજેઆઈએ શું ટિપ્પણી કરી?

વકીલ દ્વારા કરાયેલા અનુરોધનો જવાબ આપતા મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી કે આવી અરજીઓ ઘણીવાર ચૂંટણીની સિઝન સાથે મેળ ખાય છે. સમસ્યા એ છે કે ચૂંટણી આવતાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીનો અમુક ભાગ લડાય છે. એ જ સમસ્યા છે. અમે તેની તપાસ કરીશું અને તારીખ જાહેર કરીશું.

આસામ ભાજપે  કર્યો હતો વીડિયો શેર

૭ ફેબ્રુઆરીના રોજ, ભારતીય જનતા પાર્ટીના આસામ યુનિટે એક વીડિયો શેર કર્યો. જેમાં મુખ્યમંત્રી શર્મા હથિયારો સાથે બે મુસ્લિમ પુરુષોની એનિમેટેડ તસવીર પર ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. જોકે વિવાદ ફાટી નીકળ્યા બાદ પાર્ટીએ ટ્વિટ ડિલીટ કરી દીધું. બાદમાં સરમાએ કહ્યું કે, તેમને ક્લિપની કોઈ જાણકારી નથી. ડિબ્રુગઢમાં એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, મને કોઈ વીડિયો વિશે કંઈ ખબર નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, હૈદરાબાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરાયેલી કોઈપણ પોલીસ ફરિયાદથી તેઓ અજાણ હતા.