રિટાયર થયા પહેલા મદ્રસાઓ પર મોટો ચુકાદો આપશે CJI ચંદ્રચુડ, લિસ્ટમાં આ મોટા કેસ પણ સામેલ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024માં રિટાયર થઇ જશે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024માં રિટાયર થઇ જશે. રિટાયરમેન્ટ પહેલા તેમની પાસે CJIના રૂપમાં પાંચ દિવસનો સમય બાકી છે. આ પાંચ દિવસમાં CJIની બેંચ 5 મહત્ત્વના કેસમાં ચુકાદો આપશે.
એવામાં દરેકની નજર આ ચુકાદા પર રહેશે. અત્યારે દિવાળીની રજાને કારણે સુપ્રીમ કોર્ટ બંધ છે. હવે કોર્ટ 4 નવેમ્બરે ખુલશે. CJI ચંદ્રચુડની બેંચને 4થી 8 નવેમ્બર સુધી મોટા ચુકાદા સંભળાવશે. 9 અને 10 નવેમ્બરે શનિવાર અને રવિવાર હોવાને કારણે સુપ્રીમ કોર્ટ બંધ રહેશે. એવામાં ડીવાય ચંદ્રચુડ માટે 8 નવેમ્બર CJIના રૂપમાં અંતિમ દિવસ હશે. એવામાં CJI ડીવાય ચંદ્રચુડ નીચે આપવામાં આવેલા કેટલાક કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.
1. મદ્રસા એક્ટ કેસ
CJI જે પાંચ ઘટનામાં ચુકાદો આપવાના છે તેમાં આ સૌથી મહત્ત્વનું છે. મદ્રસા એક્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે સુનાવણી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકાર આપતી અરજીઓ પર સુનાવણી કરી હતી જેમાં ઉત્તર પ્રદેશ મદ્રસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો.
2. AMUનું માઇનોરિટી સ્ટેટસ
અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના માઇનોરિટી સ્ટેટસને લઇને પણ ઘણા સમયથી સુનાવણી થઇ રહી છે. આ ઘટનામાં CJI ડીવાય ચંદ્રચુડની 7 જજની પીઠે અંતિમ સુનાવણી દરમિયાન ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હવે જોવું રહેશે કે CJI AMUને અલ્પસંખ્યક સંસ્થાનો દરજ્જો આપવાના પક્ષમાં છે કે તેના વિરૂદ્ધ.
3 LMV લાઇસન્સનો કેસ
LMV લાઇસન્સ કેસમાં અંતિમ સુનાવણી 21 ઓગસ્ટે યોજાઇ હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં વિવાદ છે કે લાઇટર મોટર વ્હીકલના લાઇસન્સ ધારકોને 7500 કિલોગ્રામ કરતા વધુ વજન ધરાવતા લાઇટ મોટર વ્હીકલ ક્લાસના પરિવહન વાહનને ચલાવવાની પરવાનગી છે કે નથી.કોર્ટ આ નક્કી કરશે કે શું સામાન્ય મોટર વાહન લાઇસન્સ ધારકને તે કેટેગરીના પરિવહન વાહન ચલાવવાની પરવાનગી છે કે નથી. આ મુદ્દાને કારણે આવા વાહનોથી થતી દુર્ઘટના સંબંધિત વીમા દાવા પર વિવાદ ઉભો થઇ ગયો છે.
4. દિલ્હીના રિજ એરિયામાં વૃક્ષોનું કટીંગ
દિલ્હીના રિજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હતા.CJI ચંદ્રચુડની બેન્ચે આ મામલે પણ મહત્ત્વનો નિર્ણય આપવાનો છે.
આ પણ વાંચો: હિન્દુઓના તહેવારો ઉપર જ ફટાકડાનો પ્રતિબંધ કેમ? મોહન ભાગવતના સવાલનો કેજરીવાલે આપ્યો જવાબ
5. સંપત્તિનું પુનઃવિતરણ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની નવ જજની બેંચ બંધારણની કલમ 39(બી) પર પણ સુનાવણી કરી રહી છે, જે સામાન્ય ભલાઈ માટે મિલકતના પુનઃવિતરણ સાથે સંબંધિત છે. કોંગ્રેસે મિલકતની વહેંચણીને લઈને આ રાજકીય ચર્ચા શરૂ કરી હતી, ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.








