મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પુત્રની ઇચ્છામૃત્યુ માંગી રહ્યાં હતા પેરેન્ટ્સ', રિટાયર્ડ થયા પહેલા જ CJI ચંદ્રચૂડ કરી ગયા મોટું કામ

CJI તરીકે જસ્ટિસ ડીવાય ચંડ્રચૂડના કાર્યકાળના અંતિમ દિવસે પણ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો આપવામાં આવ્યા હતા. C

'પુત્રની ઇચ્છામૃત્યુ માંગી રહ્યાં હતા પેરેન્ટ્સ', રિટાયર્ડ થયા પહેલા જ CJI ચંદ્રચૂડ કરી ગયા મોટું કામ

CJI તરીકે જસ્ટિસ ડીવાય ચંડ્રચૂડના કાર્યકાળના અંતિમ દિવસે પણ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો આપવામાં આવ્યા હતા. CJIની દરમિયાનગીરી બાદ 30 વર્ષના યુવકના માતા-પિતાને પણ મોટી રાહત મળી હતી. હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી વેજેટેટિવ સ્ટેટમાં હતો. માતા-પિતા હવે તેમના પુત્રનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નહતા અને ઇચ્છામૃત્યુની માંગ કરી રહ્યા હતા. CJI તરીકને કાર્યકાળ દરમિયાન ચંદ્રચૂડના હસ્તક્ષેપને કારણે યુવકના માતા-પિતાને મોટી રાહત મળી છે.મહત્ત્વપૂર્ણ છે કે CJI ચંદ્રચૂડ રિટાયર્ડ થયા છે અને તેમના સ્થાને સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ બન્યા છે.

વેજેટેટિવ સ્ટેટનો શું છે અર્થ?

વેજેટેટિવ સ્ટેટનો અર્થ એ છે કે વ્યક્તિ જાગૃત અવસ્થામાં રહે છે પણ અનુભવ શૂન્ય રહે છે, તેની આંખો ખુલ્લી રહે છે પણ તે કઇ અનુભવ કરી શકતો નથી. પુત્રની સારવારનો ખર્ચ ઉઠાવતા ઉઠાવતા તેના માતા-પિતા પરેશાન થઇ ગયા હતા. એવામાં તે ઇચ્છામૃત્યુની માંગ કરતા હતા, તેમનું કહેવું હતું કે આર્ટિફિશિયલ લાઇફ સપોર્ટ હટાવી લેવામાં આવે.

CJI તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ચંદ્રચૂડે તેમના આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે તમામ સારવાર સુવિધાઓ મફતમાં પૂરી પાડવી જોઈએ.જો ઘરની સંભાળ યોગ્ય ન હોય તો નોઈડાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરીને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. અશોક રાણા વતી વકીલ મનીષે જણાવ્યું કે પરિવારે સરકારી સારવાર સ્વીકારી લીધી છે અને ઈચ્છામૃત્યુની અરજી પાછી ખેંચવા તૈયાર છે.

આ પણ વાંચો: પત્નીના ગેરકાયદે સંબંધોના કારણે પતિ આત્મહત્યા કરે તો પત્ની દોષિત નથી: હાઈકોર્ટ

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે રાણા લાઈફ સપોર્ટ વિના પણ જીવિત રહી શકે છે, આવી સ્થિતિમાં તેને સક્રિય ઈચ્છામૃત્યુ ન આપી શકાય. સુપ્રીમ કોર્ટના 2018ના નિર્ણયને ટાંકીને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે છે પરંતુ ભારતમાં એક્ટિવ ઈચ્છામૃત્યુની મંજૂરી આપી શકાય નહીં. 2018ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દર્દીના નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને અમુક કેસમાં જ મંજૂરી આપી શકાય છે. આ માટે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી શકાય છે. નહિંતર, ઈચ્છામૃત્યુની સીધી મંજૂરી આપવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો