મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"જજ તમે છો કે હું", NEET પેપર લીક કેસમાં વકીલ પર કેમ ભડક્યા CJI ચંદ્રચુડ

NEET-UG પરીક્ષા 2024માં પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતા ધરાવ

"જજ તમે છો કે હું", NEET પેપર લીક કેસમાં વકીલ પર કેમ ભડક્યા CJI ચંદ્રચુડ

NEET-UG પરીક્ષા 2024માં પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતા ધરાવતા ત્રણ જજોની પીઠે સુનાવણી બાદ કેસને 18 જુલાઇ સુધી સ્થગિત કરી દીધો છે. કેન્દ્ર સરકાર અને NTA દ્વારા કોર્ટમાં દાખલ સોગંદનામું ના મળવાને કારણે આ કેસની સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે CJI ઓર્ડર લખાવતા હતા ત્યારે કોર્ટ રૂમમાં કઇક એવું થયું જે બાદ જજ ભડકી ગયા હતા.

વકીલ પર ભડક્યા ચીફ જસ્ટિસ

મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠ આ પરીક્ષાને રદ કરવાની માંગ કરતી 30થી વધુ અરજી પર સુનાવણી કરતું હતું. કાલે જ્યારે NTA અને સરકારે આ મામલે સોગંદનામુ સોપ્યુ તો કેટલાક પક્ષોના વકીલોએ કોર્ટ સામે આ વાત ઉઠાવી કે તેમને સોગંદનામાની કોપી મળી નથી. CJIએ કહ્યું કે આ કેસની સુનાવણી હવે કાલે અથવા શુક્રવારે કરવામાં આવશે. થોડા સેકન્ડ બાદ જ તેમને કહ્યું કે સોમવારે આગામી સુનાવણી યોજાશે.

CJI દ્વારા સુનાવણીની નવી તારીખ આપવા અને ઓર્ડર લખવા દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવાર અને મંગળવારે પોતે હાજર ન હોવાને કારણે બુધવારે સુનાવણી માટે અનુરોધ કર્યો હતો. સીનિયર વકીલ જે નેદમપારા, જે વિદ્યાર્થીના એક ગ્રુપની એક અરજીનું પ્રતિનિધિત્વ કરતા હતા તેમને કહ્યું કે તે બુધવારે સુનાવણી માટે તૈયાર છે. CJI ચંદ્રચુડ ભડકી ગયા હતા અને વકીલને કહ્યું કે, "એક સેકન્ડ, મિસ્ટર નેદમપારા, જજ તમે નથી, સૌભાગ્યથી હું જજ છું, તમે ચુપ રહો."

તે બાદ CJIએ કહ્યું કે, બુધવારે રજા છે, માટે આગામી સુનાવણી હવે ગુરૂવાર 18 જુલાઇએ યોજાશે.

આ સમાચાર શેર કરો