મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદની સુરક્ષા આજથી CISF કરશે, જાણો બદલાવ પાછળનું કારણ

સંસદની સુરક્ષા આજથી CISF કરશે. અત્યાર સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાન સંસદની સુરક્ષા કરતા હતા. CRPFના 1400 જવાન આ

સંસદની સુરક્ષા આજથી CISF કરશે, જાણો બદલાવ પાછળનું કારણ

સંસદની સુરક્ષા આજથી CISF કરશે. અત્યાર સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાન સંસદની સુરક્ષા કરતા હતા. CRPFના 1400 જવાન આ સુરક્ષામાં તૈનાત હતા. હવે CISFના 3317થી વધુ જવાન સંસદની સુરક્ષા કરશે. CISFની પુરી ટીમ આતંકવાદ વિરોધી સહિત તમામ સુરક્ષાનું કામ જોશે.

જાણકારી અનુસાર CISFના જવાન નવા અને જૂના સંસદ ભવન સિવાય પુરા પરિસરની સુરક્ષા કરશે. CISFએ 20 મેએ સવારે 6 વાગ્યે પોતાનો કાર્યભાર CRPF પાસેથી લઇ લીધો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઇ હતી, તે દિવસે સંસદના શિયાળુ સત્રના ઝીરો અવર્સ દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી કુદી ગયા હતા. આ દરમિયાન સંસદની સુરક્ષા CRPF જોઇ રહી હતી.

CRPFના જવાનોએ યાદગીરી માટે તસવીરો ખેચાવી

CRPFના જવાનોએ પરિસર છોડ્યા પહેલા સેલ્ફી અને તસવીરો લીધી હતી. આ દરમિયાન કેટલાક જવાન ભાવુક પણ થયા હતા.

2001માં સંસદ પર થયો હતો આતંકી હુમલો

આ પહેલા 13 ડિસેમ્બર 2001માં સંસદ પર આતંકી હુમલો થયો હતો, તે સમયે પણ સંસદની સુરક્ષા CRPFના જવાન જ કરતા હતા. આ હુમલાના દોષી કુખ્યાત આતંકી અફઝલ ગુરૂને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી તે બાદ તેને 9 ફેબ્રુઆરી 2013માં તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો