ચીને લદ્દાખ નજીક LAC પાસે 6 હેલીસ્ટ્રિપ બનાવી, સેટેલાઇટ તસવીરોમાં થયો ખુલાસો
ચીને ફરી એક વખત બોર્ડર પર ષડયંત્ર રચવાનું શરૂ કર્યું છે. લદ્દાખ સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર

ચીને ફરી એક વખત બોર્ડર પર ષડયંત્ર રચવાનું શરૂ કર્યું છે. લદ્દાખ સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સેનાએ છ નવી હેલીસ્ટ્રિપ બનાવી છે. સેટેલાઇટ તસવીરો દ્વારા તેનો ખુલાસો થયો છે. જે જગ્યાએ હેલીસ્ટ્રિપ બનાવવામાં આવી છે તે વેસ્ટર્ન તિબ્બતમાં છે. લદ્દાખના ડેમચોકથી આ હેલીસ્ટ્રિપનું અંતર 100 માઇલ છે, જેને કારણે ખતરો વધી જાય છે.ભારત સરકાર તરફથી આ મુદ્દા પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.
ગેયાયી નામની જગ્યાએ હેલીસ્ટ્રિપ બનાવવામાં આવ્યું છે. અહીં હજુ કંસ્ટ્રક્શનનું કામ પૂર્ણ થયું નથી. હેલીસ્ટ્રિપ બનાવવાની શરૂઆત એપ્રિલ, 2024માં થઇ હતી. તસવીરોથી ખબર પડે છે કે અહીં છ હેલીસ્ટ્રિપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અહીં માત્ર 1 કે 2 હેલીકોપ્ટર નહીં પણ અડધો ડઝન કરતા વધુ હેલીકોપ્ટર એક સાથે તૈનાત કરી શકાય છે. આ લદ્દાખના ડેમચોકથી માત્ર 100 માઇલ અને ઉત્તરાખંડના બારાહોતીથી 120 મીટરના અંતર પર છે. ડેમચોક ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે.
ચીનની સેના અવાર નવાર LAC નજીક હેલીપેડ કે કંસ્ટ્રક્શન કરતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને કેટલાક રોડનું નિર્માણ પણ આ વિસ્તારમાં કર્યું છે.ભારતે પણ લદ્દાખ સાથે જોડાયેલા ચીની ભાગ પર સુરક્ષા વધારી દીધી છે. 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારતે અહીં સૈનિકો વધાર્યા છે.
પૂર્વ લદ્દાખ નજીક બંકર બનાવવાની જાણકારી મળી હતી
એવું નથી કે ચીનની કાળી કરતૂતનો પ્રથમ વખત ખુલાસો નથી થયો. જુલાઇમાં પણ સમાચાર આવ્યા હતા કે ચીનની સેનાએ પૂર્વ લદ્દાખના પેંગોગ ઝીલ પાસે ખોદકામ કર્યું છે. માનવામાં આવે છે કે અહીં અંડરગ્રાઉન્ડ બંકર બનાવવામાં આવતું હતું જેથી હથિયાર, ઇંધણ અને ગાડીઓને સ્ટોર કરવા માટે મજબૂત શેલ્ટર બનાવી શકાય. સેટેલાઇટ તસવીરો દ્વારા આ ખુલાસો થયો હતો.







