ચંદ્રયાન-4 પણ રચશે ઈતિહાસ, ઈસરોએ બનાવ્યો શાનદાર પ્લાન
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરીને ઈસરોએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય અવકાશ એજન

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરીને ઈસરોએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય અવકાશ એજન્સી પણ આવું કરનાર વિશ્વની પ્રથમ સંસ્થા છે. ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ, ઈસરોએ હવે સંપૂર્ણ ધ્યાન ચંદ્રયાન-4 પર કેન્દ્રિત કર્યું છે. ISRO ચીફ એસ સોમનાથે બુધવારે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4ના ભાગોને એક નહીં પરંતુ બે લોન્ચમાં મોકલવામાં આવશે. આ ભાગોને પહેલા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને પછી અવકાશમાં એસેમ્બલ કરવામાં આવશે. જો આવું થશે તો સંભવતઃ વિશ્વમાં પ્રથમ વખત બનશે અને ચંદ્ર પર પહોંચતા પહેલા જ ઈસરો ઈતિહાસ રચશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4નું મુખ્ય લક્ષ્ય ચંદ્ર પરથી સેમ્પલ લાવવાનું છે.
ઈસરોનું મિશન ચંદ્રયાન-4 ખૂબ જ જટિલ અને મહત્ત્વપૂર્ણ મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે લેન્ડર ISRO દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને રોવર મોડ્યુલ જાપાન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મિશન ISRO અને જાપાનના JAXA દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. વર્ષ 2026 સુધીમાં ચંદ્ર પર મિશન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોએ પહેલેથી જ કહ્યું છે કે ચંદ્રયાન-4નું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર હશે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્ત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.
ચંદ્રયાન-4ના ભાગોને અવકાશમાં જોડવામાં આવશે
ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે બુધવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 એક જ વારમાં લોન્ચ કરવામાં આવશે નહીં, પરંતુ તેના બદલે અવકાશયાનના જુદા જુદા ભાગોને બે પ્રક્ષેપણ દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી, ચંદ્ર પર જતા પહેલા વાહનને અવકાશમાં જોડવામાં આવશે. આવું એટલા માટે કરવું પડશે કારણ કે ચંદ્રયાન-4ની વહન ક્ષમતા ઈસરોના વર્તમાન સૌથી શક્તિશાળી રોકેટની ક્ષમતા કરતા વધુ હશે.
આવું પહેલીવાર થશે
સ્પેસક્રાફ્ટના પાર્ટ્સ એસેમ્બલ કરવાનું કામ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં ઘણી એજન્સીઓ દ્વારા કરવામાં આવી ચુક્યું છે. પરંતુ, ISRO અને GEXA દ્વારા આ પ્રયાસ વિશ્વમાં પ્રથમ વખત હશે કારણ કે આ પહેલા કોઈપણ અવકાશયાનને અલગ-અલગ ભાગોમાં લોન્ચ કરી પછી તે ભાગોને અવકાશમાં જોડવામાં આવ્યું નથી. આ સિદ્ધિ સાથે ISRO ચંદ્ર પર ઉતરતા પહેલા જ ઈતિહાસ રચશે.
ચંદ્રયાન-4નું લક્ષ્ય શું છે?
ચંદ્રયાન-4નું ધ્યેય ચંદ્ર પરથી પૃથ્વી પર સેમ્પલ લાવવાનું છે. આ પહેલા ચીને હાલમાં જ આવી સિદ્ધિ મેળવી છે. હવે ઈસરોનો વારો છે. આ માટે ISRO અને જાપાની એજન્સી GEXA સાથે મળીને કામ કરી રહી છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સોમનાથે કહ્યું, "અમે ચંદ્રયાન-4નું માળખું એ રીતે તૈયાર કર્યું છે કે ચંદ્રમાંથી પૃથ્વી પર નમૂનાઓ કેવી રીતે લાવી શકાય? અમે તેને બહુવિધ પ્રક્ષેપણ સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક જ વારમાં બધું કરવા માટે સક્ષમ નથીતેથી, અમારે અવકાશમાં ડોકીંગ ક્ષમતા (અવકાશયાનના વિવિધ ભાગોને જોડતી)ની જરૂર છે. આ ક્ષમતા દર્શાવવા માટે અમારી પાસે આ વર્ષના અંતમાં સ્પેડેક્સ નામનું મિશન નિર્ધારિત છે."








