મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આંધ્રપ્રદેશમાં ઓછા ભાવે મળશે સારી ગુણવત્તાનો દારૂ, ચંદ્રબાબૂ નાયડૂએ મતદારોને આપ્યું વચન

તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશમાં ઓછા ભાવે મળશે સારી ગુણવત્તાનો દારૂ, ચંદ્રબાબૂ નાયડૂએ મતદારોને આપ્યું વચન

તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં અનોખી દાવ રમ્યો છે. ટીડીપીએ રાજ્યમાં સત્તા પર આવવા પર ઓછા ભાવે સારી ગુણવત્તાનો દારૂનું વચન આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને TDP સુપ્રીમો એન. ચંદ્રબાબુ નાયડુએ કુપ્પમમાં તાજેતરની રેલીમાં દારૂનો દાવ રમ્યો હતો. તેઓ અહીંથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

આ અમારા નાના ભાઈઓની માગ છે

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, 40 દિવસ પછી (TDPની સરકાર બન્યા પછી) અમે માત્ર ગુણવત્તાયુક્ત દારૂ જ નહીં પરંતુ કિંમતો ઘટાડવાની જવાબદારી પણ લઈશું. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને તેમની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની 2019ની ચૂંટણીમાં રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાના વચનો પરથી ફરી જવા બદલ ટીકા કરી હતી. કુપ્પમમાં પોતાના સંબોધન દરમિયાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે, અમારા નાના ભાઈઓની માગ છે કે દારૂના ભાવ ઘટવા જોઈએ. આસમાને સ્પર્શી રહેલા દારૂના ભાવ સહિત તમામ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. જ્યારે હું દારૂનો ઉલ્લેખ કરું છું ત્યારે અમારા નાના ભાઈઓ ઉત્સાહિત થઈ જાય છે. તેઓ ઈચ્છે છે કે દારૂના ભાવ ઘટે. આ જગન મોહન રેડ્ડી જ છે જેમણે કિંમત 60 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરી દીધી અને 100 રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દીધા.

કસ્ટમ ડ્યુટીના નામે 24 હજાર કરોડની કમાણી

આંધ્રપ્રદેશમાં YSR કોંગ્રેસ પાર્ટીની સરકારે 2022-23માં એક્સાઈઝ ડ્યુટીની આવકના માધ્યમથી આશરે રૂ. 24,000 કરોડ એકત્ર કર્યા છે, જે 2019-20માં રૂ. 17,000 કરોડ કરતા વધુ હતા. ખાસ કરીને આંધ્રપ્રદેશમાં સરકારી માલિકીની દુકાનો દ્વારા દારૂનું વેચાણ થાય છે. ચંદ્રબાબુ નાયડુએ અનેક વખત YSR કોંગ્રેસ પાર્ટીની સરકાર પર નબળી ગુણવત્તાનો દારૂ સપ્લાય કરવા અને વધારેલા ભાવથી હજારો કરોડ રૂપિયાનો નફો કરવાનો આરોપ લગાવ્યો છે.

પવન કલ્યાણે પણ YSR પર હુમલો કર્યો

જનસેના પાર્ટી (JSP)ના પ્રમુખ અને અભિનેતા પવન કલ્યાણ લોકસભા ચૂંટણી માટે NDAમાં TDPના સહયોગી છે. તેમણે પણ આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો લોકો વાયએસઆર કોંગ્રેસ પાર્ટી દ્વારા સપ્લાય કરવામાં આવતો દારૂ પીવાનું ચાલુ રાખશે તો તેઓ બીમાર પડશે. તેઓ પીથાપુરમથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જગન મોહન રેડ્ડીએ દારૂના વેચાણ દ્વારા 40,000 કરોડ રૂપિયાની લૂંટ કરી છે. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે દારૂની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ કેમ સ્વીકારવામાં આવતું નથી. પૈસા ક્યાં જઈ રહ્યા છે? કુલ વેચાતા દારૂમાંથી લગભગ 74 ટકા દારૂ માત્ર 16 કંપનીઓ દ્વારા સપ્લાય કરવામાં આવે છે?

ભાજપે કરી હતી તપાસની માગ

આંધ્રપ્રદેશ ભાજપના પ્રમુખ ડી. પુરંદેશ્વરીએ અગાઉ રાજ્યમાં દારૂના વેપારની તપાસ કરવાની માગ કરી હતી. ગયા મહિને, બીજેપી-ટીડીપી-જનસેના પાર્ટીએ આંધ્રપ્રદેશમાં આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે બેઠક-વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ભાજપ 6 લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે ટીડીપીને 17 લોકસભા અને 144 વિધાનસભા બેઠકો આપવામાં આવી છે. જનસેના પાર્ટીને બે લોકસભા અને 21 વિધાનસભા બેઠકો આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો