મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની વાત: ઉત્સવઘેલી કેન્દ્ર સરકારનું કેરળના ઉત્સવ બાબતે બેવડુ ધોરણ

કેરળમાં ત્રિશુર પુરમ ઉત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થાય છે. આ ઉત્સવમાં આતશબાજીનુ

દિલ્હીની વાત: ઉત્સવઘેલી કેન્દ્ર સરકારનું કેરળના ઉત્સવ બાબતે બેવડુ ધોરણ

કેરળમાં ત્રિશુર પુરમ ઉત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થાય છે. આ ઉત્સવમાં આતશબાજીનું ખૂબ મહત્વ છે. કેન્દ્ર સરકારે આતશબાજી કરવા પર જાતભાતના નિયંત્રણો લાદ્યા છે. દરેક પ્રસંગે ફટાકડા ફોડીને ઉજવણી કરતા ભાજપના કાર્યકરોને નહી રોકતી કેન્દ્ર સરકાર કેરળવાસીઓને આતશબાજીથી વિમુક્ત રાખવા માંગે છે એ જાણીને ઘણાને નવાઇ લાગી છે.

 આ બાબતે કેરળના મુખ્યમંત્રી કિનરઇ વિજયને નરેન્દ્ર મોદીને પોતાની નારાજગી દર્શાવતો પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીએ લખ્યું છે કે કેન્દ્ર સરકારના આ વલણથી તેઓ ખૂબ નારાજ છે. આ તહેવાર સાથે આતશબાજી જોડાયેલી છે અને વર્ષોથી એ પ્રથા ચાલી આવી છે. કેન્દ્ર સરકારે જે શરતો લાગુ કરી છે એને કારણે આતશબાજી મુશ્કેલ બની જશે.

આ સમાચાર શેર કરો