Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Central Government's big gift for farmers: Approval of increase in MSP of Ravi crops, biggest increase in prices of Kusum and Mustard

ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: રવિ પાકોના MSPમાં વધારાને મંજૂરી, કુસુમ અને સરસવના ભાવમાં સૌથી મોટો ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: રવિ પાકોના MSPમાં વધારાને મંજૂરી, કુસુમ અને સરસવના ભાવમાં સૌથી મોટો ઉછાળો
સોર્સ : gstv

આજે બુધવારે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રવિ સીઝન 2027-28 માટે ઘઉં સહિત 6 પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારનું કહેવું છે કે તેનો હેતુ ખેડૂતોને તેમના પાકના વધુ સારા અને યોગ્ય ભાવ અપાવવાનો છે. આ 6 પાકોમાં ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ-રેપસીડ અને કુસુમનો સમાવેશ થાય છે.આ ટેકાના ભાવ વધવાથી ગુજરાત સહિત દેશના ખેડૂતોને લાભ થશે.

App Store

કુસુમ અને સરસવના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો

સરકારે સૌથી વધુ વધારો કુસુમ (Safflower)ના MSP માં કર્યો છે. તેનો MSP 675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવ્યો છે. આ પછી સરસવ અને રેપસીડના MSP માં 413 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે.

બાકીના પાકોના MSPમાં કેટલો વધારો કરવામાં આવ્યો?

મસૂર: 390 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
જવ: 136 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
ચણા: 83 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
ઘઉં: 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
 

MSP વધારો ખેડૂતોને પાકની પડતર કરતાં દોઢ ગણો નફો આપશે: કેન્દ્ર સરકાર

સરકારે જણાવ્યું કે MSPમાં આ વધારો 2018-19ના કેન્દ્રીય બજેટમાં નક્કી કરાયેલા નિયમ મુજબ છે. આ નિયમ હેઠળ ખેડૂતોને તેમના પાકની સરેરાશ પડતર કરતા ઓછામાં ઓછા 1.5 ગણો MSP આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. સરકારના અંદાજ મુજબ, પાક ઉગાડવાનો ખર્ચ કાઢ્યા પછી ખેડૂતોને ઘઉંમાં અંદાજે 106%, સરસવ અને રેપસીડમાં 96%, મસૂરમાં 92%, ચણામાં 59%, જવમાં 58% અને કુસુમમાં 50% સુધીનો ફાયદો મળી શકે છે.

સરકાર કઠોળ અને તેલીબિયાંના વાવેતરને વધુ પ્રોત્સાહન આપી રહી છે

સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને માત્ર ઘઉં-ચોખા જેવા અનાજના પાકો પર નિર્ભર રહેવાને બદલે કઠોળ અને તેલીબિયાં જેવા પાકો ઉગાડવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે આ પાકોનો MSP તુલનાત્મક રીતે વધુ રાખવામાં આવી રહ્યો છે. સરકારને આશા છે કે તેનાથી ખેડૂતો અન્ય પાકોની ખેતી તરફ પણ વળી શકે છે.

છેલ્લા એક દાયકામાં ઘઉંની સરકારી ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો

સરકારી આંકડાઓ મુજબ, 2014-15 થી 2025-26 વચ્ચે સરકારે લગભગ 3,715 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની ખરીદી કરી. આ પહેલા 2004-05 થી 2013-14 ના 10 વર્ષ દરમિયાન ઘઉંની સરકારી ખરીદી લગભગ 2,254 LMT હતી.

રવિ પાકોની ખરીદી અને ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વધી

જો ઘઉંની સાથે 6 મુખ્ય રવિ પાકોને જોઈએ, તો 2004-05 થી 2013-14 દરમિયાન તેમની કુલ સરકારી ખરીદી લગભગ 2,302 LMT હતી. જ્યારે, 2014-15 થી 2025-26 દરમિયાન તે વધીને લગભગ 3,921 LMT થઈ ગઈ. ઘઉં ઉગાડતા ખેડૂતોને પણ MSP હેઠળ મળતી ચુકવણી વધી છે. 2014-15 થી 2025-26 દરમિયાન ઘઉંના ખેડૂતોને MSP હેઠળ લગભગ 7.31 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. જ્યારે, 2004-05 થી 2013-14 દરમિયાન આ રકમ લગભગ 2.56 લાખ કરોડ રૂપિયા હતી.

MSP વધારાથી ખેડૂતોને સારા ભાવ મળશે

તેવી જ રીતે, 6 મુખ્ય રવિ પાકોના ખેડૂતોને MSP હેઠળ કરવામાં આવેલ કુલ ચુકવણી 2004-05થી 2013-14 દરમિયાન લગભગ 2.65 લાખ કરોડ રૂપિયા હતી, જે 2014-15થી 2025-26 દરમિયાન વધીને 8.36 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. એકંદરે, સરકારનું કહેવું છે કે MSPમાં આ વધારો ખેડૂતોને પાકના સારા ભાવ અપાવવાની સાથે સાથે કઠોળ અને તેલીબિયાં જેવા પાકોની ખેતીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે.