મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વકફ બોર્ડની પ્રોપર્ટી પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો, દેશમાં 994 વકફ સંપત્તિઓ પર ગેરકાયદેસર કબ્જો

કેન્દ્ર સરકારે સંસદમાં વકફ બોર્ડની સંપત્તિઓ સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી આપી છે. કેન્દ્ર સરકાર

વકફ બોર્ડની પ્રોપર્ટી પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો, દેશમાં 994 વકફ સંપત્તિઓ પર ગેરકાયદેસર કબ્જો

કેન્દ્ર સરકારે સંસદમાં વકફ બોર્ડની સંપત્તિઓ સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં કૂલ 994 વકફ સંપત્તિઓનો માલિકીનો હક બદલવામાં આવ્યો છે અથવા તેના પર દબાણ કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં સૌથી વધુ 734 સંપત્તિ છે.

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સાંસદ જોન બ્રિટાસના સવાલના લેખિત જવાબમાં લઘુમતી મામલાના મંત્રાલયે જણાવ્યું કે દેશમાં વકફ અધિનિયમ હેઠળ 872,352 અચલ અને 16,713 ચલ વકફ સંપત્તિ રજિસ્ટર્ડ છે, તેના માટે તેમને ભારતીય વકફ સંપત્તિ મેનેજમેન્ટ પ્રણાલી (WAMSI) પોર્ટલ પર ઉપલબ્ધ જાણકારીનો હવાલો આપ્યો છે.

સાંસદ જોન બ્રિટાસે દેશનો ડેટા માંગ્યો હતો

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક લેખિત જવાબમાં જણાવ્યું, "WAMSI પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી મુજબ, 994 વક્ફ મિલકતોને અલગ કરવામાં આવી છે,અલાયદી મિલકતોનો અર્થ એવી જમીન અથવા મિલકતો કે જે કાં તો ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોય અથવા તેના પર અતિક્રમણ કરવામાં આવ્યું હોય." બ્રિટાસે દેશભરમાં વકફ પ્રોપર્ટીની સંખ્યા, રાજ્ય મુજબની વિગતો તેમજ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાયેલ વકફ પ્રોપર્ટી અંગે ચિંતા અને આવી મિલકતોની વિગતો માંગી હતી.

કિરેન રિજિજુએ જણાવ્યું કે શું છે જોગવાઈ

મંત્રી કિરેન રિજિજુએ જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, "વકફ એક્ટની કલમ 51(1-A) એવી જોગવાઈ કરે છે કે વકફ મિલકતનું કોઈપણ વેચાણ, ભેટ, વિનિમય, ગીરો અથવા ટ્રાન્સફર અબથી રદબાતલ રહેશે.વકફ એક્ટની કલમ 52 જણાવે છે કે જો (વકફ) બોર્ડ નિર્ધારિત રીતે કોઈપણ તપાસ કર્યા પછી નક્કી કરે છે કે કોઈપણ વકફ મિલકત તબદીલ કરવામાં આવી છે તો તે કલેકટરને, જેના અધિકારક્ષેત્રમાં મિલકત આવેલી છે,તેનો કબજો લેવા અને તેને બોર્ડને સોંપવાની વિનંતી મોકલી શકે છે."

આંધ્ર પ્રદેશમાં આવી 152 અને પંજાબમાં 63 મિલકતો 

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં કુલ 994 વક્ફ પ્રોપર્ટીમાંથી મહત્તમ 734 વક્ફ પ્રોપર્ટી તમિલનાડુમાં ખોટી રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પછી, આંધ્ર પ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ-કાશ્મીરમાં 10 મિલકતો છે.

આ સમાચાર શેર કરો