CBSE ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 93.66 ટકા જાહેર, આ રીતે કરો ચેક
CBSE 10th Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. CBSEએ સ

CBSE 10th Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે.
ધોરણ 12 પછી, ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું છે. આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66 ટકા આવ્યું છે. ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 93.60 ટકા હતું. એટલે કે આ વખતે 10નું પરિણામ 0.06% વધુ આવ્યું છે.
જો આપણે પ્રદેશવાર CBSE ધોરણ 10ના પરિણામો પર નજર કરીએ તો, ત્રિવેન્દ્રમે બાજી મારી છે. ત્રિવેન્દ્રમમાં 99.79 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી, વિજયવાડાનું પરિણામ 99.79 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા પણ તેમના પરિણામો ચકાસી શકે છે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
સૌપ્રથમ વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in ઓપન કરવી.
હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું.
વિદ્યાર્થીઓએ પોતાની જરૂરી વિગતો દાખલ કર્યા પછી પરિણામ દેખાશે.
વિદ્યાર્થીઓ તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
આ ફાઈલની પ્રિન્ટઆઉટ પણ લઈ શકાશે.
આ વર્ષે CBSE દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12નું 88.39 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે CBSC ધોરણ 12નું પરિણામ 87.9 ટકા નોંધાયું હતું. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે.
આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.
કેવી રીતે જોઇ શકો છો પરિણામ
CBSEએ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી કે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ — cbse.gov.in, cbseresults.nic.in અને results.cbse.nic.in પર જઇને ચેક કરી શકો છો.આ સિવાય વિદ્યાર્થી પોતાની ડિઝિટલ માર્કશીટ અને પ્રમાણપત્રને DigiLocker એપના માધ્યમથી પણ પ્રાપ્ત કરી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓ UMANG એપ અને SMS સેવાના માધ્યમથી પણ પરિણામ મેળવી શકે છે.







