મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NEET UG પેપર લીક મામલે CBIએ સોંપ્યો રિપોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટને શું કહ્યું

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGમાં થયેલી ગેરરીતિઓ નકારણે પરીક્ષા રદ કરી ફરીવાર યોજવાની માગ કરતી અનેક અરજીઓ પર આજ

NEET UG પેપર લીક મામલે CBIએ સોંપ્યો રિપોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટને શું કહ્યું

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGમાં થયેલી ગેરરીતિઓ નકારણે પરીક્ષા રદ કરી ફરીવાર યોજવાની માગ કરતી અનેક અરજીઓ પર આજે સુપ્રીમકોર્ટ ફરી સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે. 

એક દિવસ અગાઉ બુધવારે કેન્દ્ર સરકાર તરફથી નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરાયું હતું. જેમાં દાવો કરાયો હતો કે નીટ યુજી પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઇ નથી. આ સાથે સીબીઆઈ ફરીવાર નીટનું આયોજન કરવાની તરફેણમાં પણ નથી. સોગંદનામામાં સીબીઆઈએ દાવો કર્યો હતો કે સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે કોઈ દોષિત વિદ્યાર્થીને કોઇ લાભ ન મળે.

કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની એફિડેવિટ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ પણ બંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સીબીઆઈએ તેના રિપોર્ટમાં કહ્યું કે NEET પેપર લીક માત્ર અમુક પરીક્ષા કેન્દ્રો પૂરતું મર્યાદિત હતું, તે સોશિયલ મીડિયા પર લીક થયું નહોતું.

અગાઉ, 8 જુલાઈએ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો NEET-UG 2024 ની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે તો પરીક્ષા રદ કરવી જોઈએ. CBIએ પોતાના તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે, પેપર લીકની ઘટના સ્થાનિક સ્તરે બની હતી. પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર ફરતું નથી. કોર્ટ ટૂંક સમયમાં આ કેસની સુનાવણી શરૂ કરવા જઈ રહી છે.

આ સમાચાર શેર કરો