પૂર્વ આઈજી સહિત 6 લોકોને કોર્ટે ફટકારી 8 મહિનાની જેલની સજા, જાણો શું છે મામલો
CBI કોર્ટે 2014ના એક કેસમાં પંજાબ પોલીસના પૂર્વ આઈજી સહિત 6 લોકોને 8 મહિનાની જેલની

CBI કોર્ટે 2014ના એક કેસમાં પંજાબ પોલીસના પૂર્વ આઈજી સહિત 6 લોકોને 8 મહિનાની જેલની સજા ફટકારી છે. 2014માં મોહાલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી એક વ્યક્તિને બળજબરીથી અટકાયતમાં લેવાના કેસમાં સીબીઆઈ કોર્ટે પંજાબ પોલીસના તત્કાલિન આઈજી ગૌતમ છીમા, ઈન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ (આઈડીઈએસ)ના અધિકારી ગૌતમ ચૌધરી અને 4 ખાનગી વ્યક્તિઓ એડવોકેટ વરુણ ઉતરેજા, રશ્મિ નેગી, વિકી વર્મા અને આર્યન સિંહ કુલ 6 આરોપીઓને રૂ.39000ના દંડ સાથે 8 મહિનાની જેલની કેદની સજા ફટકારી છે.
ગુનેગાર સુમેધ ગુલાટીના અપહરણ અને અટકાયત સંબંધિત ગુનાહિત કાવતરામાં સજા
આ કેસ ગુનેગાર સુમેધ ગુલાટીના ગેરકાયદેસર અપહરણનો છે, જેને કથિત રીતે મોહાલી પોલીસ સ્ટેશનમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે જ વર્ષે છેતરપિંડીના કેસમાં ગુલાટીને રિયલ એસ્ટેટ એજન્ટ દેવિંદર ગિલ સાથે સહ-આરોપી બનાવવામાં આવ્યો હતો.
રિયલ એસ્ટેટ એજન્ટ દેવિન્દર સિંહ ગિલ અને તેની પત્ની ક્રિક્પી ખેરાએ દાવો કર્યો હતો કે સંયુક્ત મિલકત સાહસમાં નફાની વહેંચણી અંગેના વિવાદને પગલે IGP ચીમાએ તેમની સામે ખોટા કેસ દાખલ કર્યા હતા.






