મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

CBIએ EDના અધિકારીને 20 લાખની લાંચ લેતા કરી ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 20 લાખ રૂપિયાની લાંચ લેવાના આ

CBIએ EDના અધિકારીને 20 લાખની લાંચ લેતા કરી ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 20 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના સહાયક નિર્દેશકની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ED અધિકારીની ઓળખ સંદીપ સિંહ યાદવ તરીકે થઈ છે. EDમાં નોંધાયેલા કેસમાં ઝવેરીના પુત્રને રાહત આપવાના બદલામાં તે જ્વેલર પાસેથી લાંચ લેતો હતો.

સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ED અધિકારીની દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈને ફરિયાદ મળી અને તેના પર કાર્યવાહી કરીને છટકું ગોઠવવામાં આવ્યું અને ઈડી અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈ આ કેસમાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે.

નોંધનીય છે કે, ઓગસ્ટ 2023માં, સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી સ્થિત વેપારી અમન ધલને બચાવવા માટે 5 કરોડ રૂપિયાની લાંચ લેવા બદલ EDના સહાયક નિર્દેશક અને અન્ય છ અધિકારીઓની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો