Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Caution! If someone else uses a SIM in your name, there will be a jail term of 3 years and a fine of Rs 50 lakh

સાવધાન! જો તમારા નામે કોઈ બીજું SIM વાપરતું હશે તો થશે 3 વર્ષની જેલ અને રૂપિયા 50 લાખનો દંડ

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સાવધાન! જો તમારા નામે કોઈ બીજું SIM વાપરતું હશે તો થશે 3 વર્ષની જેલ અને રૂપિયા 50 લાખનો દંડ
સોર્સ : gstv

આજના ડિજિટલ યુગમાં સિમ કાર્ડ માત્ર વાતચીતનું માધ્યમ નથી રહ્યું, પરંતુ બેંક એકાઉન્ટથી લઈને UPI, OTP અને તમામ મહત્ત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓ મોબાઈલ નંબર સાથે જોડાયેલી હોય છે. આવા સમયે જો કોઈ સિમનો દુરુપયોગ કરવામાં આવે અથવા કોઈ અન્ય વ્યક્તિના ઓળખપત્રોનો ઉપયોગ કરીને સિમ ખરીદવામાં આવે, તો તે ગંભીર કાનૂની ગુનો બને છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ સપ્ટેમ્બર 2026માં જારી કરેલી એડવાઇઝરીમાં જણાવ્યું છે કે નકલી દસ્તાવેજો કે ઓળખ દ્વારા સિમ કાર્ડ મેળવવું અને ટેલિકોમ આઇડેન્ટિફાયરનો ખોટો ઉપયોગ કરવો કાયદા હેઠળ મોટો ગુનો છે.

App Store

ટેલિકોમ્યુનિકેશન એક્ટ, 2023 શું કહે છે?

  • સેક્શન 42(3)(e): જો કોઈ વ્યક્તિ છેતરપિંડી આચરીને કે અન્ય વ્યક્તિની ખોટી ઓળખ રજૂ કરીને સિમ કાર્ડ મેળવે છે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
  • સજા અને દંડની જોગવાઈ: આ ગુના બદલ દોષિતને 3 વર્ષ સુધીની જેલ, ₹50 લાખ સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. (નોંધ: ₹50 લાખ એ મહત્તમ મર્યાદા છે).
  • સાથ આપનારાઓ પણ નહીં બચે: સેક્શન 42(6) અનુસાર, આવા કાવતરામાં મદદ કરનાર, પ્રયાસ કરનાર કે ષડયંત્ર રચનાર સામે પણ સમાન કડક કાર્યવાહી અને સજાની જોગવાઈ છે.

તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે? આ રીતે કરો ચેક

તમારા ઓળખપત્રોનો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા દુરુપયોગ ન થઈ રહ્યો હોય તેની ખાતરી કરવા માટે DoT નાગરિકોને નિયમિતપણે કનેક્શન તપાસવાની સલાહ આપે છે. ભારત સરકારના સત્તાવાર 'સંચાર સાથી' પોર્ટલ કે એપ પર જાઓ. ત્યાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી OTP દ્વારા લોગિન કરો. તમારા નામ કે દસ્તાવેજો પર ચાલી રહેલા તમામ મોબાઈલ નંબરોની યાદી સામે આવશે. જો યાદીમાં કોઈ એવો અજાણ્યો નંબર દેખાય જે તમે નથી લીધો, તો પોર્ટલ પરથી જ તરત તેની માહિતી રિપોર્ટ કરી શકાય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News