મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપ ધારાસભ્યના સ્ટીકર લાગેલી કારે અન્ય કારને મારી ટક્કર, એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ

દિલ્હીના ફરિદાબાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં ફરિદાબાદમાં પલવલ સોહના માર્ગ પર ઘૂ

ભાજપ ધારાસભ્યના સ્ટીકર લાગેલી કારે અન્ય કારને મારી ટક્કર, એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ

દિલ્હીના ફરિદાબાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં ફરિદાબાદમાં પલવલ સોહના માર્ગ પર ઘૂઘેરા નજીક ભાજપના ધારાસભ્યના સ્ટીકરવાળી એક પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયોએ અન્ય એક કારને ધડાકાભેર ટક્કર મારતાં એક વૃદ્ધ, તેમના દીકરા અને પુત્રવધુ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. 

આરોપી કોણ છે? 
માહિતી અનુસાર આ સ્કોર્પિયો કારમાં ઉત્તરપ્રદેશના કાસગંજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહનો ભત્રીજો મુસાફરી કરી રહ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે લોકોને ભેગાં થતાં જોઈ તે પોતાના સાથીઓ સંગ કાર છોડી નાસી ગયો હતો. 

પ્રત્યક્ષદર્શીઓ શું બોલ્યાં? 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે તેનો જોરદાર અવાજ સાંભળીને તેઓ ડરી ગયા. એક ક્ષણ માટે તેમણે વિચાર્યું કે ક્યાંક બોમ્બ કે એલપીજી સિલિન્ડર ફાટ્યો છે. ગામના મોટાભાગના લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઘરની બહાર તેઓએ એક પલટી ગયેલી કાર જોઈ અને તેમાંથી ચીસોના અવાજો આવી રહ્યા હતા. બધા કાર તરફ દોડ્યા. પોલીસને તાત્કાલિક ડાયલ-112 પર ફોન કરીને જાણ કરવામાં આવી હતી. તેમજ ગામમાં હાજર એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ અકસ્માતમાં આરોપી પક્ષને ઈજા થઈ છે. પરંતુ તેઓ તેની પાસે પહોંચે તે પહેલા તે કારને  છોડીને સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. કાર પર ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે માહિતી મળતા જ તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરૂ કર્યું. પોલીસ આ કેસની વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો