પંજાબ: હોશિયારપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, 9નાં મોત
પંજાબમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હોશિયારપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં ભ

પંજાબમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હોશિયારપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં ઈનોવા કાર તણાઈ જતાં નવ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગુમ થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબના હોશિયારપુરમાં નાળામાં એક ઈનોવા કાર તણાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકા લાપતા થયા છે. આ બનાવની જાણ થતા જલંધરથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ પહોંચી ગઈ છે. મૃતદેહોને ગઢશંકર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર પણ બહાર કાઢવામાં આવી છે. આ લોકો હિમાચલ પ્રદેશના રહેવાસી હતા અને લગ્નમાં હાજરી આપવા માટે નવાશહેર આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અમને અકસ્માતની માહિતી મળતા જ અમે તાત્કાલિક અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બચાવની કામગીરી અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. હોશિયારપુરના સાંસદ ડૉ.રાજકુમાર ચબ્બેવાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.






