દશેરાના મેળામાં જતા પરિવારની કાર કેનાલમાં ખાબકી, 7 લોકોનાં કમકમાટીભર્યા મોત
હરિયાણાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત

હરિયાણાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દશેરાના મેળામાં મહાલવા જતા એક પરિવારની ગાડી નહેરમાં પડી ગઈ. નહેરમાં ગાડી ખાબકતાં 7 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકો મૃત્યુ થયા હતા.
કૈથલના મુંદડી ગામ પાસે આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં એક કારે કાબૂ ગુમાવતા સિરસા બ્રાન્ચ કેનાલમાં પડી હતી. આ કરૂણ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. સાથે જ કાર ચાલકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃતક પરિવારના તમામ સભ્યો ડીગ ગામના રહેવાસી હતા અને તેઓ પુંદ્રીથી કૈથલ તરફ આવી રહ્યા હતા. આ અકસ્માત સવારે સાડા નવ વાગ્યાની આસપાસ થયો હતો.
મળતી માહિતી મુજબ, તમામ ગુહાના ગામે યોજાનારા મેળામાં જઈ રહ્યા હતા. પુન્દ્રીથી કૈથલ તરફ જ્યારે તેઓ મુન્દ્રી કેનાલ પાસે પહોંચ્યા ત્યારે કાર કાબૂ બહાર નીકળી ગઈ અને કેનાલમાં પડી. જ્યારે રાહદારીઓએ કારને સ્થળ પર ડૂબતી જોઈ ત્યારે આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા. પોલીસને જાણ કરી.
સ્થાનિકો ત્વરિત દોડી આવ્યા
માહિતી અનુસાર જેવી જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અત્યાર સુધી કારમાં હાજર તમામ લોકો જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબરની જાણ થઇ કે મૃતકો ઝઝ્ઝરના રહેવાશી છે. કારમાં કુલ 8 લોકો સવાર હોવાની પણ ચર્ચા છે. ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. 1 બાળકી લાપતા છે. 7 મૃતકોમાં 4 બાળકીઓ અને 3 મહિલાઓ છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ 5 વર્ષની માસૂમ વંદના, 12 વર્ષની કાજલ અને 18 વર્ષની ફિઝા તરીકે થઈ છે. આ ઉપરાંત કોમલ નામની બાળકી ગુમ છે. તો મોટી મહિલાઓમાં પરમજીત (રિયા અને વંદનાની માતા), તિજો (કાજલ, ફિઝાની માતા) અને બાળકોની દાદી ચમેલીનો સમાવેશ થાય છે.







