મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Maharashtra Election: મહારાષ્ટ્રમાં મતદાન કેન્દ્ર પર જ ઉમેદવાર બાલાસાહેબ શિંદેનું મોત

મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થવામાં ગણતરીનો સમય બાકી છે. ત્

Maharashtra Election: મહારાષ્ટ્રમાં મતદાન કેન્દ્ર પર જ ઉમેદવાર બાલાસાહેબ શિંદેનું મોત

મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થવામાં ગણતરીનો સમય બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બીડ વિધાનસભા મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર બાલાસાહેબ શિંદેનું મતદાન કેન્દ્ર પર જ હૃદયરોગના હુમલાથી મોત થયું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બાલાસાહેબ બીડ શહેરના છત્રપતિ શાહુ વિદ્યાલયના મતદાન કેન્દ્ર પર હતા ત્યારે તેમને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને નીચે પડી ગયા હતા  જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 5 વાગ્યા સુધી 58.22 % મતદાન, 23મીએ જાહેર થશે પરિણામ

 

પ્રાથમિક તપાસમાં બાલાસાહેબ શિંદેનું મોત હાર્ટએટેક કારણે થયું છે.  બાલાસાહેબ શિંદેના સમર્થકો અને પરિવાર મતદાન દરમિયાન તેમના નિધનથી ખૂબ જ દુઃખી છે. તમને જણાવી દઈએ કે બીડ વિધાનસભા ક્ષેત્રમાં બાલાસાહેબ શિંદેનો ઘણો પ્રભાવ હતો.

મળતી માહિતી મુજબ, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ જો ચૂંટણી દરમિયાન કોઈ ઉમેદવારનું મૃત્યુ થાય છે, તો કલમ 52 હેઠળ સંબંધિત સીટ પર મતદાન સ્થગિત કરી શકાય છે.

23 નવેમ્બરે પરિણામ જાહેર થશે

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. પરિણામ 23 નવેમ્બરે આવશે.

આ સમાચાર શેર કરો