Video: ગોલ બજારમાં બુલડોઝર કાર્યવાહી

સોર્સ: gstv

છત્તીસગઢના રાજનાંદગાંવના ગોલ બજાર મટન માર્કેટમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નગર નિગમ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમે ત્રણ દિવસની નોટિસ આપ્યા બાદ 60થી 70 જેટલી દુકાનો સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રની ટીમે દુકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ કરતાં બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ દુકાનદારો દ્વારા આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. દુકાનદારો અને તંત્ર વચ્ચે વિરોધની સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત