મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Budget 2024 / બજેટમાં બિહારને મોટી ભેટ: એક્સપ્રેસ-વે અને નવી મેડિકલ કોલેજો બનશે, જાણો આર્થિક સહાય અંગે શું કરી જાહેરાત?

બિહારને કેન્દ્ર સરકાર તરફથી બજેટમાં મોટી ભેટ મળી છે. બિહારમાં ચાર નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. મંગળવારે (23 જુલાઈ)

Budget 2024 / બજેટમાં બિહારને મોટી ભેટ: એક્સપ્રેસ-વે અને નવી મેડિકલ કોલેજો બનશે, જાણો આર્થિક સહાય અંગે શું કરી જાહેરાત?

બિહારને કેન્દ્ર સરકાર તરફથી બજેટમાં મોટી ભેટ મળી છે. બિહારમાં ચાર નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. મંગળવારે (23 જુલાઈ) બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. 21 હજાર કરોડના પાવર પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. બિહારને આર્થિક મદદ મળશે.

પટના-પૂર્ણિયા માટે એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે, બક્સર-ભાગલપુર માટે એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે, વૈશાલી-બોધગયા એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે. આ સાથે પટના-પુણે એક્સપ્રેસ વે માટે પણ મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં પરંતુ બિહારમાં નવી મેડિકલ કોલેજ અને સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે. એરપોર્ટ પણ બનાવવામાં આવશે.

ખાસ દરજ્જો નહીં પરંતુ સારા રસ્તા મળશે

પૂર્વીય રાજ્યોમાં પૂર્વોદય યોજના શરૂ કરવામાં આવશે. અમૃતસર-કોલકાતા કોરિડોરનું ગયા હેડ ઓફિસ  હશે. બિહારને વિશેષ દરજ્જો  નથી મળ્યો, પરંતુ બિહારમાં 4 નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં સારા રસ્તા મળવાની આશા છે.

આ સમાચાર શેર કરો