મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UP ભાજપ લાક્ષાગૃહ બન્યું : યોગીએ બ્રૃજભૂષણને ટિકિટ ના મળવા દીધી, બ્રૃજભૂષણે 'બુલડોઝર નીતિ'ને ઝાટકી

એકતરફ અરવિંદ કેજરીવાલે આગાહી કરી છે કે જો મોદી-શાહ ચૂંટાયા તો અગાઉના અનેક નેતાઓની

UP ભાજપ લાક્ષાગૃહ બન્યું : યોગીએ બ્રૃજભૂષણને ટિકિટ ના મળવા દીધી, બ્રૃજભૂષણે 'બુલડોઝર નીતિ'ને ઝાટકી

એકતરફ અરવિંદ કેજરીવાલે આગાહી કરી છે કે જો મોદી-શાહ ચૂંટાયા તો અગાઉના અનેક નેતાઓની જેમ બે મહિનામાં યોગીની કારકિર્દીનું અચ્યુતમ કેશવમ કરી નાખશે ને બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભાજપનું ઘર લાક્ષાગૃહ બન્યું હોવાની જ્વાળાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.

યુપીના રાજકીય ગલિયારામાં ચર્ચા ચાલે છે કે કેસરગંજથી બ્રૃજભૂષણને ટિકિટ ન મળી એ પાછળ યોગિની સક્રિય ભૂમિકા છે. ભાજપે વચ્ચેનો રસ્તો કાઢીને બ્રૃજભૂષણ સિંહના દીકરા કરણને ટિકિટ આપી છે. યોગીએ કરણનો પ્રચાર કરવા સભા સંબોધી એમાં બ્રૃજભૂષણ ગેરહાજર હતા. તે એટલે સુધી કે યોગીએ ભાષણમાં બ્રૃજભૂષણનું નામ સુદ્ધાં લીધું નહીં.

એ પછીની એક સભામાં બ્રૃજભૂષણે નિવેદન આપ્યું, "હું બુલડોઝર નીતિનો વિરોધી છું. મકાન બનાવવાનું કામ બહુ અઘરૂં છે અને અચાનક મકાન ધ્વસ્ત થઇ જાય તે દુખની વાત છે."

યૌન શોષણ કેસમાં બ્રૃજભૂષણની મુશ્કેલી વધી

બ્રૃજભૂષણ શરણ સિંહની મુશ્કેલી વધી ગઇ છે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે બૃજભૂષણ સિંહ વિરૂદ્ધ મહિલા પહેલવાનના યૌન શોષણના આરોપ નક્કી કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે 6માંથી 5 કેસમાં બ્રૃજભૂષણ સિંહ વિરૂદ્ધ આરોપ નક્કી કરવા માટે પુરતી સામગ્રી મળી છે. કોર્ટે બ્રૃજભૂષણ વિરૂદ્ધ કલમ 354, 354 ડૃી અને કલમ 506 હેઠળ આરોપ નક્કી કરવાના આદેશ આપ્યા છે.

આ સમાચાર શેર કરો